વડાપ્રધાન મોદી આવતી કાલે ભુજમાં કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સિંગથી લોકાર્પણ કરશે
આ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, કાર્ડિયોથોરાસિક સર્જરી, ઓન્કોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુક્લિયર મેડિસિન, ન્યુરો સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સહિતની સેવાઓ ઉપરાંત પરીક્ષણ પ્રયોગશાળાઓ, રેડિયોલોજી વગેરે સુવિધા મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આવતી કાલે એટલે કે 15 એપ્રિલ 2022ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભુજ (Bhuj) ખાતે કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ (inauguration) કરશે. આ હોસ્પિટલ (Hospital) નું નિર્માણ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, ભુજ દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છ (Kutch) માં આ પ્રથમ ચેરિટેબલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. તે કુલ 200 બેડ ધરાવતી હોસ્પિટલ છે. હોસ્પિટલ દર્દીઓને સુપર સ્પેશિયાલિટી સેવાઓ પૂરી પાડવામાં આવવામાં આવશે.
આ હોસ્પિટલમાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી (કેથલેબ), કાર્ડિયોથોરાસિક સર્જરી, રેડિયેશન ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુક્લિયર મેડિસિન, ન્યુરલ સર્જરી (ન્યુરો સર્જરી), જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને અન્ય આનુષંગિક સેવાઓ જેમ કે. વૈજ્ઞાનિક પરીક્ષણ પ્રયોગશાળાઓ, રેડિયોલોજી વગેરે સુલભ બનાવવામાં આવશે. કે.કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થવાથી આ વિસ્તારના લોકોને સસ્તી સુપર સ્પેશિયાલિટી તબીબી સેવાઓ સરળતાથી સુલભ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફરી ગુજરાતના પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 એપ્રિલે સાંજે અમદાવાદ આવશે. વડાપ્રધાન ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે. 18 એપ્રિલે સાંજે જ ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. પીએમ મોદી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. જે બાદ 19 એપ્રિલે બનાસકાંઠા અને જામનગરની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. બનાસકાંઠામાં પશુપાલક મહિલાઓના સંમલેનને પીએમ મોદી સંબોધન કરશે. આ ઉપરાંત જામનગરમાં WHOના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું તેઓ ભૂમિપૂજન કરશે. આ દરમિયાન WHOના ડીજી સહિત અધિકારીઓ હાજર રહેશે.
19 એપ્રિલે રાત્રે ગાંધીનગર પરત ફરી રાજભવનમાં વડાપ્રધાન રાત્રિ રોકાણ કરશે. 20 એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે. આયુષ મંત્રાલયની 2 દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. બપોર બાદ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદથી અમદાવાદ પરત ફરી રાત્રે જ દિલ્લી જવા તેઓ રવાના થશે.
આ પણ વાંચોઃ રૂપિયા 1245 કરોડના બેન્ક ફ્રોડના કેસમાં સીબીઆઈએ ભરૂચ સહિત 13 સ્થળે દરોડા પાડ્યા
આ પણ વાંચોઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ કરે છે કુદરતી ખેતી, પહેલા વર્ષ મળી અસફળતા બાદ જાણો શું થયું
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો