Kutch: ભુજમાં કરોડોના ખર્ચે બનનારા નવા બસ સ્ટેશનનું કામ દોઢ વર્ષ લંબાયુ, હંગામી બસ સ્ટેશનની અસુવિધાઓથી લોકો પરેશાન

|

May 06, 2022 | 9:54 AM

ભુજમાં (Bhuj)જે જગ્યાએ બસ સ્ટોપ હતુ ત્યાં પી.પી.પી ધોરણે 10 કરોડથી વધુના ખર્ચે નવુ બસ સ્ટેશન તૈયાર થવા જઇ રહ્યુ છે. જો કે તેનું કામ દોઢ વર્ષ લંબાયુ છે. જેને લઇને વેપારીઓથી લઇ આમ પ્રજા અને મુસાફરો માટે પણ મુશ્કેલી સર્જાઇ છે.

Kutch: ભુજમાં કરોડોના ખર્ચે બનનારા નવા બસ સ્ટેશનનું કામ દોઢ વર્ષ લંબાયુ, હંગામી બસ સ્ટેશનની અસુવિધાઓથી લોકો પરેશાન
Bhuj Bus Port (File Image)

Follow us on

કચ્છ (Kutch) જિલ્લાના ભુજમાં એક તરફ જુની જગ્યાએ કરોડોના ખર્ચે નવુ બસ સ્ટેશન (Bus station)તૈયાર થઇ રહ્યુ છે, ત્યાં તેનું કામ દોઢ વર્ષ લંબાતા લોકો મુશકેલીમાં મુકાયા છે. બીજી તરફ હંગામી બસ સ્ટોપમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. કચ્છ જ્યારે પ્રવાસનનુ હબ બની રહ્યુ છે, ત્યારે મુસાફરોને (Passengers) પડતી અગવડતાને કારણે અહીં આવતા પ્રવાસીઓ ખરાબ છાપ લઇને જાય છે. ત્યા બીજી તરફ રહેણાંક વિસ્તાર નજીક હંગામી બસ સ્ટેશનથી સ્થાનિક લોકો પણ પરેશાન છે.

ભુજમાં જે જગ્યાએ બસ સ્ટોપ હતુ ત્યાં પી.પી.પી ધોરણે 10 કરોડથી વધુના ખર્ચે નવુ બસ સ્ટેશન તૈયાર થવા જઇ રહ્યુ છે. જો કે તેનું કામ દોઢ વર્ષ લંબાયુ છે. જેને લઇને વેપારીઓથી લઇ આમ પ્રજા અને મુસાફરો માટે પણ મુશ્કેલી સર્જાઇ છે. કેમકે હંગામી બસ સ્ટેશન જ્યા બનાવાયુ છે ત્યાં પ્રાથમિક સુવિદ્યાનો અભાવ જોવા મળી રહ્યો છે. કાચો રસ્તો,પાણીનો અભાવ અને રહેવાની કે અન્ય વ્યવસ્થા પણ નથી તેવામાં મુસાફરો તો પરેશાન છે જ, પરંતુ રહેણાંક વિસ્તારમાં 3 વર્ષ કરતા વધુ સમયથી બસ સ્ટેશન શરૂ થતા સ્થાનિક લોકોને પણ પારાવાર મુશ્કેલી થઇ રહી છે. જેથી સ્થાનિકો દ્વારા નવુ બસ સ્ટેશન શરૂ કરવા સાથે હંગામી બસ સ્ટેશનમાં સુવિધા આપવા માગ ઉઠી છે. કાળઝાળ ગરમી વચ્ચે દૈનિક મુસાફરો અને અન્ય લોકોને ભારે હાલાકી થઇ રહી છે.

તો કામ લંબાયા અંગે ખુદ એસ.ટી.ના વિભાગીય વડા સ્વીકારે છે કે કામ બે વર્ષમાં પુર્ણ થવાનુ હતુ તેની જગ્યાએ સાડા ત્રણ વર્ષથી ચાલે છે. પરંતુ તેના ઝડપી ઉકેલ માટેના પ્રયાસ એસ.ટી વિભાગ કરી રહ્યુ છે. જો કે હંગામી બસ સ્ટેશનમાં સુવિધા મુદ્દે તેઓ પંખા,પાણીની વ્યવસ્થા હોવાનુ કહી, કેટલીક સુવિધાઓ ખુટે છે તે આગામી દિવસોમાં દુર કરાશે તેવુ જણાવ્યુ હતુ. તો વેકેશનનને ધ્યાને લઇ નવી બસો અને રૂટ પણ શરૂ કરવાની વાત કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નવુ બસ સ્ટેશન બન્યા પછી પણ દુકાનો મુદ્દે ચાલી રહેલા વિવાદને કારણે હજુ નવુ બસ સ્ટેશન શરૂ થવામા વિલંબ થાય તેમ છે. ત્યારે મુસાફરોની મુશ્કેલીઓને ધ્યાને રાખી આ વિવાદ ઝડપી ઉકેલાય તે માટે લોકો માગ કરી રહ્યા છે. તો હંગામી બસ સ્ટેશનમાં સુવિધા ઉભી કરાય તે પણ કચ્છ ફરવા આવતા પ્રવાસીઓના હીતમાં છે.

Next Article