કચ્છ વિશ્વની હરિત ક્રાંતિનુ કેન્દ્ર બનશે, ભારત વૈશ્વિક અર્થતંત્રમાં 11 નંબરેથી 4થા નંબરે પહોચ્યુંઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના ખાસ દિવસને યાદ કરતા કહ્યું કે, આજથી અગિયાર વર્ષ પહેલા મે પ્રધાનમંત્રી-પ્રધાન સેવક તરીકે શપથ લીધા હતા. એ સમયે ભારતનુ અર્થતંત્ર વિશ્વમાં 11માં નંબરનુ હતું. શપથવિધીને 11 વર્ષ થયા આ અગિયાર વર્ષમાં ભારતનુ અર્થતંત્ર વૈશ્વિક અર્થતંત્રમાં ચોથા નંબરે આવ્યું છે.

કચ્છ વિશ્વની હરિત ક્રાંતિનુ કેન્દ્ર બનશે, ભારત વૈશ્વિક અર્થતંત્રમાં 11 નંબરેથી 4થા નંબરે પહોચ્યુંઃ પીએમ મોદી
| Edited By: | Updated on: May 26, 2025 | 7:31 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે, કચ્છના ભૂજમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ પ્રસંગે ભુજમાં જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજના દિવસને યાદ કરીને કહ્યું કે, 2014માં આજે 26મી મેના રોજ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. 2014માં વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો નંબર 11મો હતો. શપથવિધીના 11 વર્ષમાં ભારતને 11માં નંબરેથી 4થા નંબરે પહોચાડ્યું છે.

કચ્છ દુનિયાનું હરિત ક્રાંતિનુ કેન્દ્ર બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કચ્છમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ જનતાને સંબોધતા કહ્યું કે, કચ્છ એ દુનિયાનુ સૌથી મોટુ હરિત ક્રાંતિનુ કેન્દ્ર બની રહ્યું છે. ગ્રીન હાઈડ્રોજન એક નવા પ્રકારનું ઈંધણ છે. કાર, બસ, સ્ટ્રીટ લાઈટ નજીકના ભવિષ્યમાં ગ્રીન હાઈડ્રોજનથી ચાલશે. કંડલા દેશના ત્રણ ગ્રીન હાઈડ્રોજન હબમાંનું એક છે. આજે એક કારખાનાનુ શિલાન્યાસ કરાયું છે. આ કારખાનુ પણ મેડ ઈન ઈન્ડિયા છે. કચ્છ ભારતની સૌરક્રાંતિનું મથક છે. દુનિયાના મોટા મોટા સૌર મથકોમાં કચ્છનુ સૌર ઊર્જાનું કેન્દ્ર છે.

કચ્છમાં પાણી નહોતુ પરંતુ ખેડૂત પાણીદાર હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂજમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, કચ્છને માતા નર્મદાનુ પાણી મળ્યુ ત્યારે દિવાળી મનાવાઈ હતી. સુકાભઠ્ઠ કચ્છને પાણી આપવાનો મને આનંદ છે. મારુ સૌભાગ્ય છે કે હુ નર્મદાનું પાણી કચ્છને પહોચાડી શક્યો. કચ્છમાં પાણી નહોતુ પરંતુ કચ્છના ખેડૂતો પાણીદાર છે.

ધોળાવીરા જે ભૂમિમાં હોય ત્યાં એક તાકાત હોવી જોઈએ. સ્થિતિને બદલી શકાય, આફતને અવસરમાં પલટીને ઈચ્છીત પરિણામ મેળવી શકાય છે. 2001ના ભૂકંપ સમયે દુનિયાને લાગતુ હતુ કે બધુ ખતમ, હવે કાઈ ના થઈ શકે. પરંતુ મે મારો વિશ્વાસ ક્યારેય ખોયો નહોતો. કચ્છી ખમીર પર મારો વિશ્વાસ હતો. કચ્છનો ક અને ખમીરનો ખ એવુ બાળકોને ભણાવવું પડશે.

પીએમ મોદીએ કચ્છી ભાષામાં કરી સંબોધનની શરૂઆત

ભૂજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં શ્યામજી કૃષ્ણ વર્માને વંદન કરવાની સાથે કચ્છી ભાઈ બહેનોને રામ રામ કર્યાં હતા. મા આશાપુરા મા પાસે અર્ચના કરી હતી. કચ્છ સાથે સંબંધ બહુ જૂનો હોવાનુ જણાવીને પીએમ મોદીએ કહ્યું કે, હુ કચ્છ આવવાનું રોકી નથી શકતો. રાજકારણમાં નહોતો ત્યારે પણ કચ્છની ધરતી પર અવારનવાર આવતો હતો.

રણોત્સવની સાથેસાથે બીચ રમતોત્સવ યોજો

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભૂપેન્દ્ર ભાઈને કહીશ કે જ્યારે કચ્છનો રણોત્સવ યોજાય તે સમયે કચ્છ માંડવીના બીચ પર રમતોની કોમ્પિટીશન થવી જોઈએ જેમાં દેશભરના ખેલાડીઓ ત્યાં આવીને રમે. તમને જોઈતી તમામ મદદ માટે હુ તૈયાર છુ. ભૂજ-અમદાવાદ નમો રેપિડ ટ્રેન પણ પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે.

11 વર્ષ પહેલા આજના દિવસે વડાપ્રધાન તરીકે લીધા હતા શપથ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના ખાસ દિવસને યાદ કરતા કહ્યું કે,  આજે 26 મી મે છે. આજે વાજતે ગાજતે વિદાય આપીને દિલ્હી મોકલ્યો હતો. 2014 26મી મેના રોજ લગભગ આ જ સમયે દેશમાં પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે, પ્રધાન સેવક તરીકે શપથ લીધા હતા આપના આર્શીવાદથી 26 મે 2014ના રોજ ગુજરાતની સેવામાંથી આગળ વધીને રાષ્ટ્ર સેવાના 11 વર્ષ થયા. જે દિવસે મે શપથ લીધા હતા ત્યારે અર્થતંત્રમાં 11માં નંબરે હતો. આ 11 વર્ષમાં 4 નંબરે પહોચ્યો.

 

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો