કચ્છઃ વેંગળી નદીમાં ટ્રેકટર તણાયું, બેદરકારીના કારણે મોત રહ્યું વેંત છેટું

કચ્છમાં (Kutch) છેલ્લા થોડા દિવસથી થઈ રહેલા વરસાદને પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. નદી ભયજનક સ્થિતિએ વહી રહી હોવા છતાં એક યુવકે ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર પસાર કર્યું હતું. જેવું ચાલકે પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર નાખ્યું કે ટ્રેક્ટર ખેંચાવા લાગ્યું હતું અને ડ્રાઇવર તેનો કાબૂ ખોઈ બેઠો હતો.

કચ્છઃ વેંગળી નદીમાં ટ્રેકટર તણાયું, બેદરકારીના કારણે મોત રહ્યું વેંત છેટું
Kutch: Tractor stuck in Vengli river
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 7:18 PM

કચ્છમાં (Kutch) છેલ્લા થોડા દિવસથી થઈ રહેલા વરસાદને પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અને ઘણે ઠેકાણે પૂર આવ્યા છે. ત્યારે કચ્છના માંડવીમાં એક ટ્રેકટર ચાલકે પૂર ઝડપે વહેતા પાણીમાં ટ્રેકટર (Tractor) તણાઇ ગયું હતું અને ચાલક પોતે તેમજ અન્ય એક યુવાનનો આબાદ બચાવ થયો હતો. છેલ્લા થોડા દિવસથી થઈ રહેલા વરસાદને પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. નદી ભયજનક સ્થિતિએ વહી રહી હોવા છતાં એક યુવકે ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર પસાર કર્યું હતું. જેવું ચાલકે પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર નાખ્યું કે ટ્રેક્ટર ખેંચાવા લાગ્યું હતું અને ડ્રાઇવર તેનો કાબૂ ખોઈ બેઠો હતો.

બેદરકારીથી મોત રહ્યું વેંત છેટું

કચ્છના માંડવીમાં એક ટ્રેક્ટર ચાલકની બેદરકારી સામે આવી છે બેદરકારીને કારણે બે લોકો મરતા મરતા બચ્યાં હતા. કચ્છના માંડવીમાં ભારે વરસાદને કારણે છેલ્લા ચાર દિવસથી વેંગળી નદી બે કાંઠે વહી રહી છે. નદી ભયજનક સ્થિતિએ વહી રહી હોવા છતાં એક યુવકે ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર પસાર કર્યું હતું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જેવું ચાલકે પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર નાખ્યું કે ટ્રેક્ટર ખેંચાવા લાગ્યું હતું અને ડ્રાઇવર તેનો કાબૂ ખોઈ બેઠો હતો અને ભારે પ્રવાહ જ્યાં જતો હતો તે તરફ ટ્રેકટર ખાબકતા તેમાં બેઠેલ એક યુવાન ઉછળીને પાણીમાં પડ્યો હતો. જોકે આ ઘટનામાં યુવકનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો

ભૂજના સુખપરમાં જોવા મળ્યા મગર

કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ થઈ રહ્યો છે ત્યારે ભૂજના સુખપરમાં પાણી ઓસરતા અંડરબ્રિજ પાસે મગર જોવા મળ્યો હતો. આ અંગે લોકએ તંત્રને જાણ કરી હતી. ત્રણ દિવસ અગાઉ આજ સ્થળે રાત્રીના સમયે પણ મગર જોવા મળ્યો હતો. કચ્છમાં મેઘરાજાએ આ વર્ષે ધમાકેદાર બેટિંગ કરી છે અને એક જ દિવસમાં 9 ઇંચ કરતાં વધુ વરસાદ થતા કચ્છમાં નદી-નાળાઓ છલકાયા છે અને જળાશયોમાં નવા નીર આતા પાણીની સમસ્યા હલ થઈ છે. આ વરસાદ દરમિયાન અબડાસાના વાડા પદ્ધર ગામમાં પાણીમાં ફસાયેલા 6 લોકોને બચાવવામાં આવ્યા હતા. સ્થાનકિ નદીમાં પાણી આવતા આ લોકો સંપર્ક વિહોણા બની ગયા હતા. આથી મરીન કમાન્ડોની ટીમે ભારે પ્રવાહ વચ્ચે લોકોને સલામત બહાર કાઢયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">