Kutch: માંડવી તાલુકામાં નર્મદા કેનાલમાં પાણી આવતાં વધામણાં કર્યા, 24 કલાકમાં જ કેનાલ તૂટી ગઈ

ગઈકાલે જ બપોરે નર્મદાના નીર આ વિસ્તારમાં પહોંચ્યાં હતાં અને આજે કેનાલમાં ગાબડું પડી ગયું છે જેથી નર્મદા કેનાલની કામની ગુણવત્તાને લઇને સવાલો ઉઠી રહ્યા છે.

Kutch: માંડવી તાલુકામાં નર્મદા કેનાલમાં પાણી આવતાં વધામણાં કર્યા, 24 કલાકમાં જ કેનાલ તૂટી ગઈ
canal broke in 24 hours
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 3:43 PM

કચ્છ (Kutch) માં નર્મદા (Narmada) ના પાણી (Water) નવી ક્રાંતિ લાવી શકે તેમ છે. આ માટે કરોડો રૂપિયાના ખર્ચે કેનાલ (બનાવવામાં આવી છે અને છેક કચ્છના માંડવી સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે. ત્યારે નર્મદા કેનાલમાં નવા નીર આવતાં લોકોમાં ઉત્સાહનો માહોલ હતો. માંડવી નજીક રાયણ ગામ પાસેની મોડકુબા કેનાલમાં નર્મદાનું પાણી આવી પહોંચતાં સ્થાનિક લોકો સહિત સમગ્ર કચ્છ જિલ્લાએ ઉત્સાહભેર જળ વધામણાની ઉજવણી કરી હતી. સંગીતના વાજિંત્રો સાથે ઉજવણી કરવામાં આવી હતી પણ લોકોની આ ખુશી ખુબ જ અલ્પજીવી નકળી હતી. નર્મદા કેનાલમાં પાણી તો આવ્યું પણ પાણી આનતાના 24 કલાકમાં જ કેનાત તૂટી ગઈ હતી જેથી પાણી બંધ કરી દેવું પડ્યું છે.

માંડવીના બીદડા પાસે નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. પાણી પહોંચ્યાના 24 કલાકની અંદર નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્તાં લોકો અને ખાસ કરીને ખેડૂતો નિરાશ થયા છે. કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં ઘુસ્યા છે. જેથી ખેડૂતોને ફાયદો થવા કરતાં અત્યારે તો નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. બીદડાના ભાનાતર ગામના વાડી વિસ્તારમાં ગાબડું પડ્યુ છે. ગઈકાલે જ બપોરે નર્મદાના નીર આ વિસ્તારમાં પહોંચ્યાં હતાં અને આજે કેનાલમાં ગાબડું પડી ગયું છે જેથી નર્મદા કેનાલની કામની ગુણવત્તાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે જે પાણીના વધામણા કરવામાં આવ્યાં હતાં તેના 24 કલાકમાં જ કેનાલ તૂટી ગઈ છે જે કેનાલ બનાવવાના કામમાં થયેલા કૌભાંડની ચાડી ખાય છે.

આ પણ વાંચો

નર્મદાનું પાણી કચ્છના મોડકૂબા અને ભુજપુર કેનાલમાં પહોંચતા ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું હતું

કચ્છના મોડકૂબામાં પાણી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, નર્મદા મૈયાનું પાણી કચ્છના મોડકૂબા અને ભુજપુર કેનાલમાં પહોંચતા સ્થાનિક લોકોએ આવકાર્યું છે, નર્મદાનું પાણી કચ્છની સૂકી જમીન સુધી પહોંચ્યું છે. ભગીરથ તરીકે કામ કરનાર નરેન્દ્રભાઈના દ્રઢ સંકલ્પ સાથે આ કાર્ય પૂર્ણ થયું છે. તે માત્ર પાણી નથી, તે ઘણા પરિવારોના સુખ અને સમૃદ્ધ જીવનની ભેટ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">