Kutch: ભુજ પાલિકામાં ટેન્કર મુદ્દે ફરી બબાલ, કોંગ્રેસે રામધુન બોલાવી કચેરીની તાળાબંધી કરી

|

May 07, 2022 | 7:45 PM

પાણી મુદ્દે નિષ્ફળ ગયેલી પાલિકા પ્રમુખ રાજીનામુ આપે તેવી પણ કોંગ્રેસે માંગ કરી હતી. જો કે પાલિકા પ્રમુખે આ તમામ આક્ષેપોને નકાર્યા હતા અને અગાઉ કોંગ્રેસે ફ્રી ટેન્કરો મુદ્દે ખુબ ગેરલાભ લીધા હોવાના આક્ષેપ સાથે સ્પષ્ટ રીતે ટેન્કરો ફ્રીમાં નહીં ચાલુ કરવાનું સ્ટેન્ડ જણાવ્યુ હતુ

Kutch: ભુજ પાલિકામાં ટેન્કર મુદ્દે ફરી બબાલ, કોંગ્રેસે રામધુન બોલાવી કચેરીની તાળાબંધી કરી
કોંગ્રેસ દ્વારા વિરોધ

Follow us on

ભુજ પાલિકામાં (Bhuj Municipality) ટેન્કર મુદ્દે આજે ફરી ધમાસાણ સર્જાયુ હતુ. પાલિકા પ્રમુખની ભલામણથી મફત ટેન્કર આપવાના પુરાવા સાથે કોંગ્રેસે આજે ટેન્કર ફરી મફતમાં શરૂ કરવાની માંગ સાથે તાળબંધી કરી હતી અને નિષ્ફળ પાલિકા પ્રમુખ સહિત જવાબદાર સામે તપાસની માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો. જો કે પાલિકાના તમામ સત્તાધીશો અને ખુદ ચીફ ઓફિસર વિરોધ સમયે કચેરીથી દુર રહ્યા હતા.

શું છે ટેન્કર વિવાદ?

પાછલા થોડા સમયથી ભુજમાં ટેન્કરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ખોટી ભલામણ સાથે ટેન્કર રાજને દુર કરવા પાલિકાએ તમામ લોકોને ટેન્કર પેટે 200 રૂપિયા લેવાનું નક્કી કર્યુ હતુ, જેમાં કાઉન્સીલરની ભલામણ હોય તો પણ જે અગાઉ મફત હતા, પરંતુ આજે કોંગ્રેસે પુરાવા સાથે પ્રમુખની ભલામણથી ફ્રી ટેન્કરો જતા હોવાની ફરિયાદ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો. બેનર સુત્રોચાર સાથે રામધુન બોલાવી કોંગ્રેસી નગરસેવક અને કાર્યકરોએ તાળાબંધી કરી હતી અને ટેન્કર ફ્રી કરવા સાથે જવાબદાર વ્યક્તિઓ સામે તપાસ કરવાની માંગ કરી તેને સસ્પેન્ડ કરવાના નારા લગાવ્યા હતા. ઓડીયો પુરાવા સાથે કોંગ્રેસનો આક્ષેપ છે કે પાણી પુરૂ ન પાડતી પાલિકા ટેન્કર મુદ્દે વાલાદવલાની નીતિકરે છે. જેને લઈને કોંગ્રેસનો વિરોધ છે.

પાણી મુદ્દે નિષ્ફળ ગયેલી પાલિકા પ્રમુખ રાજીનામુ આપે તેવી પણ કોંગ્રેસે માંગ કરી હતી. જો કે પાલિકા પ્રમુખે આ તમામ આક્ષેપોને નકાર્યા હતા અને અગાઉ કોંગ્રેસે ફ્રી ટેન્કરો મુદ્દે ખુબ ગેરલાભ લીધા હોવાના આક્ષેપ સાથે સ્પષ્ટ રીતે ટેન્કરો ફ્રીમાં નહીં ચાલુ કરવાનું સ્ટેન્ડ જણાવ્યુ હતુ સાથે કોંગ્રેસે જે 5 ટેન્કરો મફત ગયા હોવાનો દાવો કર્યો છે તેના પૈસા ભરાયાના પુરાવા પણ હોવાનું જણાવ્યુ હતુ, તાળાબંધી સહિતના વિરોધ મુદ્દે પાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે કાયદેસર કાર્યવાહી માટે પણ તૈયારી હોવાનું જણાવ્યુ હતુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભુજ પાલિકામાં પાણીના ટેન્કર મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે લાંબા સમયથી ધમાસાણ ચાલી રહ્યુ છે. જો કે તેમાં ફરી કોંગ્રેસે આક્રમક વિરોધ સાથે પાલિકા સત્તાધીશો પર ગંભીર આક્ષેપો મુક્યા છે. કોંગ્રેસે પાલિકા સત્તાધીશોની ગેરહાજરીમાં કરેલા વિરોધ પછી પોલીસ પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો. પરંતુ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે ટેન્કર મુદ્દે પાલિકાના વલણ સામે તેઓ હજુ લડત કરતા રહેશે.

Next Article