Kutch: મુદ્રા પોર્ટ પરથી ફરીથી ઝડપાયો 33 કરોડની પ્રતિબંધિત સિગારેટનો જથ્થો

|

Oct 21, 2022 | 5:04 PM

હાલના ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં DRI દ્વારા કુલ રૂપિયા 135 કરોડની સિગારેટ ઝડપી લેવામાં આવી છે. આ વર્ષ દરમિયાન પ્રતિબંધિત સિગરેટનો 5મો મોટો જથ્થો ઝડપાયો છે.

Kutch:  મુદ્રા પોર્ટ પરથી ફરીથી ઝડપાયો 33 કરોડની પ્રતિબંધિત સિગારેટનો જથ્થો
મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયો પ્રતિબંધિત સિગારેટનો જથ્થો

Follow us on

કચ્છનું મુંદ્રા પોર્ટ (Mundra port) ફરી એક વખત ચર્ચામાં આવ્યુ છે.  કચ્છ   (Kutchha) જિલ્લાના અતિવ્યસ્ત રહેતા મુંદ્રા બંદર (Mundra Port) પરથી   ફરીથી એક વાર પ્રતિબંધિત સિગારેટનો  જથ્થો ઝડપાયો છે.  DRI  (Directorate of Revenue Intelligence) દ્વારા શંકાસ્પદ કંટેનરની  તપાસ કરીને  પ્રતિબંધિત ઈ સિગારેટનો  (Cigarate) આ જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. હાલના ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં DRI દ્વારા કુલ રૂપિયા 135 કરોડની સિગારેટ ઝડપી લેવામાં આવી છે. આ વર્ષ દરમિયાન પ્રતિબંધિત સિગરેટનો 5મો મોટો જથ્થો ઝડપાયો છે.

ગત તારીખ 12 ઓગસ્ટના રોજ પણ  મુંદ્રા પોર્ટ પર વિદેશી સિગારેટનો (cigarette) મસમોટો જથ્થો ઝડપાયો છે. DRIની કાર્યવાહીમાં વિદેશી સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો. માહિતી મુજબ વિદેશી બ્રાન્ડની 85.50 લાખ સિગારેટ મળી આવી છે. જેની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 17 કરોડ રૂપિયા છે. હાલ DRI આ વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 ઇ-સિગારેટ મામલે તપાસનો ધમધમાટ

થોડા દિવસો અગાઉ પણ કચ્છના (Kutch) મુન્દ્રા પોર્ટ પરથી DRIએ 48 કરોડથી વધુનો પ્રતિબંધીત ઈ-સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો હતો. માહિતી મુજબ આ પ્રતિબંધીત ઇ-સિગારેટ ચીનથી ઇમ્પોર્ટ કરવામાં આવતી હતી. કન્ટેનરના 251 કાર્ટુનમાંથી મળી 2900 ફ્લેવરની ઇ-સિગારેટ (E Cigaratte) મળી આવી. તો ઈ- સિગારેટ સાથે અન્ય વસ્તુઓ પણ મળી આવી છે.જેમાં હેન્ડ મસાજર, LCD પેડ, સીરીકોન પોપ રમકડાના બોક્સનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે,સુરતમાંથી (Surat) ઇ- સિગારેટ ઝડપાયા બાદ મુન્દ્રામાં DRIએ તપાસ હાથ ધરી હતી. હાલ DRI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Published On - 8:34 am, Fri, 21 October 22

Next Article