Vadodara : સરકારી નિયમોને ધુમાડે ઉડાડનારાઓની ખેર નથી ! SOGના ઈ- સિગારેટ વિક્રેતા પર દરોડા, બે શખ્શની ધરપકડ

હાલ વડોદરા SOGએ આજવા રોડ તથા વાસણા રોડ પરથી હિરેન તંબોળી અને વાસણા રોડથી અમિત ચાવડાની ધરપકડ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 12:24 PM

વડોદરામાં (Vadodara) પ્રતિબંધિત ઈ- સિગારેટ (E-Cigarettes) વેચતા લોકો સામે પોલીસે (Vadodara Police) તવાઈ બોલાવી છે.  વડોદરા SOG અને PCBએ 24 કલાકમાં બે ઈ- સિગારેટ વિક્રેતા પર દરોડા પાડ્યા હતા. હાલ વડોદરા SOGએ આજવા રોડ તથા વાસણા રોડ પરથી હિરેન તંબોળી અને વાસણા રોડથી અમિત ચાવડાની ધરપકડ કરી છે. આ દરોડા દરમિયાન ઈ- સિગારેટનો મોટો જથ્થો, લિક્વિડ રીફિલ અને કાર્ટિઝ પણ જપ્ત કરવામાં આવી છે.

યુવાધનને નશાને રવાડે ચડાવવાનો કારસો ઝડપાયો

તો બીજી તરફ અમદાવાદ (Ahmedabad) પોલીસે યુવાધનને નશાના રવાડે ચડાવી બર્બાદ કરતા ડ્રગ્સ અને હુક્કાબાર પર તવાઈ બોલાવી છે. થોડા દિવસો અગાઉ અમદાવાદ SOGએ અલગ અલગ પાનના ગલ્લાઓ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે. શહેરમાં અનેક જગ્યાઓ પર ઈ-સિગારેટ વેચાઈ રહી છે. પોલીસે (Ahmedabad Police) આવા પાનના ગલ્લાઓ પર રેડ કરી પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો.

SOGએ બાતમી મળતા ચાંદખેડામાં આવેલા ક્રિજી ટાઉન પાન પાર્લર અને જ્યુસ વલ્ડ નામની દુકાનમાં રેડ કરી વિવિધ કંપનીની જુદી જુદી ફ્લેવરના ઇ સિગારેટ, લિકવિડ નિકોટીન રિફિલ તથા તેને લગતી ડિવાઇસ, ઇલેક્ટ્રિક રિફિલો મળી આવી હતી. આ તમામ ચીઝવસ્તુઓ પ્રતિબંધત હોવાનું સામે આવતા સંયમ મરડીયા અને અજય નોટવાણીની ધરપકડ કરી SOGએ ચાંદખેડા પોલીસને સોંપ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">