Kutch: PM Modi 31 મેએ વિવિધ 13 યોજનાઓના લાભાર્થીઓ સાથે કરશે વર્ચ્યુઅલ સંવાદ

|

May 27, 2022 | 1:11 PM

આ કાર્યક્રમનું આયોજન બે ભાગમાં થશે પ્રથમ ભાગમાં રાજ્ય અને જિલ્લા કક્ષાની ઇવેન્ટ સવારે 10: 15 કલાક થી 10: 50 કલાક દરમિયાન થશે. જેમાં પી. એમ. કિસાન સમ્માન નિધિના (PM Kisan Samman Nidhi) લાભાર્થીઓના ખાતામાં 11મો ઇન્સ્ટોલમેન્ટ ટ્રાન્સફર કરવામાં આવશે.

Kutch: PM Modi 31 મેએ વિવિધ 13 યોજનાઓના લાભાર્થીઓ સાથે કરશે વર્ચ્યુઅલ સંવાદ
પીએમ મોદીના વર્ચ્યુઅલ સંવાદને લઈને સમીક્ષા કરવામાં આવી

Follow us on

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તારીખ 31મી મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શિમલા, હિમાચલ પ્રદેશ ખાતેથી સરકારની વિવિધ 13 યોજનાઓના લાભાર્થીઓ સાથે યોજના વિષયક વર્ચ્યુઅલ સંવાદ કરશે ત્યારે આ સંવાદમાં કચ્છના (Kutch Latest News) લાભાર્થીઓ ભુજ ખાતેથી જોડાશે. જે અંગેની તૈયારી મુદ્દે ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને સ્થાને કલેક્ટર કચેરીમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.

બે ભાગમાં યોજાશે કાર્યક્રમ

આ કાર્યક્રમનું આયોજન બે ભાગમાં થશે પ્રથમ ભાગમાં રાજ્ય અને જિલ્લા કક્ષાની ઇવેન્ટ સવારે 10: 15 કલાક થી 10: 50 કલાક દરમિયાન થશે. જેમાં પી. એમ. કિસાન સમ્માન નિધિના લાભાર્થીઓના ખાતામાં 11મો ઇન્સ્ટોલમેન્ટ ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે સમાંતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમના બીજાભાગમાં રાજ્ય અને જિલ્લા સ્તરના કાર્યક્રમમાં હાજર લોકો વર્ચ્યુઅલી રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં શિમલા ખાતે જોડાશે. જ્યાંથી પ્રધાનમંત્રી લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેટલાક પસંદગીના જિલ્લાઓમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

13 યોજનાનો સમાવેશ

આ યોજનાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, સ્વચ્છ ભારત મિશન, જલ જીવન મિશન અને અમૃત, પ્રધાનમંત્રી એસવીએનિધી સ્કીમ, વન નેશન વન રેશન કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના, આયુષમાન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર, પ્રધાનમંત્રી મુદ્રા યોજના સહિતની 13 યોજનાનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમની તૈયારીની સમીક્ષા

આ કાર્યક્રમનો હેતુ અંત્યોદયનો અભિગમ અપનાવી લાભાર્થીઓને આગળ લાવવા, તેમની જીવનની સરળતા સમજવા, યોજનાઓમાં સુધારો લાવવા માટે નવા વિચારો શોધવા, વધુ લાભો માટે શક્યતાઓ વિચારવા તથા જયારે વર્ષ 2047માં ભારતને મળેલી સ્વતંત્રતાને 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે નાગરિકોની આંકાક્ષાઓને સમજવાનો છે. જે ધ્યાને લઈને સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમા તમામ 13 યોજના સબંધિત અધિકારીઓને તાલુકાવાર લાભાર્થીઓના નામો નક્કી કરી તેની વિગતો તાલુકા કક્ષાએ કામગીરીના આયોજન માટે રચાયેલી 10 સમિતિના નોડલ અધિકારીઓને મોકલી આપવા સૂચના આપી હતી.

આ ઉપરાંત, તમામ અધિકારીઓ સાથે સંકલનમાં રહેવા અને આયોજનને સબંધિત જરૂરી પૂર્વ તૈયારીઓ કરી લેવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 1૩ યોજના દીઠ જિલ્લાના 1200થી વધુ લાભાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

Next Article