Kutch : જિલ્લાના 1400 અતિકુપોષિત બાળકોને સ્મૃતિ ઇરાનીના હસ્તે પોષણ કિટ વિતરણ કરાઈ

|

Jun 10, 2022 | 11:38 PM

કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, આપણા પ્રધાનમંત્રી (PM Narendra Modi) રાતદિવસ એક કરી સેવા કરી રહયા છે. ત્યારે તેઓ સ્વસ્થ રહી સેવા કરે તેવી પ્રાર્થના કરશો. મંચ પરના આવેલા બાળકો, બહેનો સ્વસ્થ રહે એવી પ્રાર્થના પણ તેમણે કરી હતી.

Kutch : જિલ્લાના 1400 અતિકુપોષિત બાળકોને સ્મૃતિ ઇરાનીના હસ્તે પોષણ કિટ વિતરણ કરાઈ
સ્મૃતિ ઇરાનીના હસ્તે પોષણ કિટ વિતરણ કરવામાં આવી

Follow us on

સ્વસ્થ બાળકો અને સુરક્ષિત અને સ્વાવલંબી મહિલાઓ રાષ્ટ્રની શકિત છે એમ કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) આજરોજ ટાઉનહોલ ભુજ ખાતે ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત જણાવ્યું હતું. સહી પોષણ દેશ રોશન કેન્દ્રના પોષણ અભિયાન અને ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત  ટાઉનહોલ ભુજ ખાતે જિલ્લાના અતિકુપોષિત 1400 બાળકોના સુપોષણ કીટ વિતરણ સમારોહમાં કેન્દ્રિય મંત્રી  સ્મૃતિ ઈરાની ઉપસ્થિત રહ્યા હતા ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજ અને સરકાર સાથે મળી પોષણ અભિયાન સાર્થક કરીએ. રાષ્ટ્રની શકિત, તંદુરસ્ત બાળકોથી છે.

કુપોષણથી લડવા સમાજે પણ આપ્યો સહકાર

રાષ્ટ્રનું સન્માન સુરક્ષિત મહિલાઓથી છે. ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મિશન મંગલમની શરૂઆત કરી મિશન મંગલમથી બહેનોને આર્થિક ઉત્થાન આપવા અપ્રતિમ પગલું ભર્યુ છે. દેશમાં 17 લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપની 7 લાખ બહેનોને રૂ. પાંચ કરોડની રકમ અપાઈ છે. ઈ-મમતા દ્વારા મહિલાના સ્વાસ્થયની ચિંતા કરવામાં આવી છે. ખિલખિલાટ જેવી આરોગ્યવાનનો લાભ સગર્ભા બહેનોને આપ્યો છે. રાષ્ટ્રનું ઉત્થાન મહિલાના નેતૃત્વ અને ઉત્થાનથી થાય છે.

દેશના પ્રધાન સેવકોએ 11 કરોડ પરિવારને શૌચાલય આપી 11 કરોડ ગરીબ બહેનોને સન્માન આપ્યું છે. 1 રૂ. માં સેનેટરી પેડ મહિલાને અપાયા છે. ગરીબના ઘરમાં ગંભીર બિમારીમાં આયુષ્યમાન ભારત હેઠળ દસ કરોડ પરિવારને વાર્ષિક રૂ. પાંચ લાખની વિનામૂલ્યે સારવાર મળી છે. જેમાં સાત કરોડ ગરીબ મહિલાઓએ બ્રેસ્ટ, ગર્ભાશય કેન્સરના નિદાન સર્જરી કરાવી છે. કુપોષણથી લડવા સરકાર જ નહીં સમાજે પણ સાથ આપ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મંત્રીએ કાર્યક્રમમાં જણાવ્યું કે, આપણા પ્રધાનમંત્રી રાતદિવસ એક કરી સેવા કરી રહયા છે. ત્યારે તેઓ સ્વસ્થ રહી સેવા કરે તેવી પ્રાર્થના કરશો. મંચ પરના આવેલા બાળકો, બહેનો સ્વસ્થ રહે એવી પ્રાર્થના પણ તેમણે કરી હતી.

મોદી સરકારના 8 વર્ષના શાસનમાં મહીલાઓને મળી રહ્યો છે અનેક યોજનાઓનો લાભ

આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કુપોષિત બાળકોને સુપોષિત કરવાના કેન્દ્ર અને રાજય સરકારની આ ઝુંબેશમાં સૌ સહકાર આપીએ. સમાજ સ્વસ્થ રહે તેની ચિંતા સરકાર કરે છે. તંદુરસ્ત સમાજ નિર્માણ માટે સરકારે વિવિધ યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા સૌ મેળવી રહયા છે. ગરીબ અને મધ્યમ પરિવારોને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના 8 વર્ષના સુશાસનમાં મહિલાઓને ઉજ્જવલા યોજના, કિસાન સમ્માનનિધિ યોજના, યુવાઓને મુદ્રા યોજના પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજના, ઉજાલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આઠ વર્ષમાં દેશના કરોડો લોકોને અનેક લાભ મળતા થયા છે.

આ પ્રસંગે તેમણે કચ્છ જિલ્લામાં મળતી વિવિધ યોજનાઓના લાભ અનેક લોકો મેળવી રહયા છે તે સાંસદએ વિગતે જણાવ્યું હતું. આઠ વર્ષની કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ લોકો સુધી પહોંચ તે માટે જનપ્રતિનિધિ અને અધિકારીઓ પ્રયત્નશીલ છે. કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સમગ્ર દેશમાં બાળકો, મહિલાઓ સમક્ષ પ્રત્યક્ષ આવી સૌની સેવા કરવા ઉપસ્થિત થાય છે. તેમણે કુપોષિત બાળકોને પ્રત્યક્ષ યોજનાનો લાભ આપવા જણાવ્યું હતું.

Next Article