Kutch: લખપતના સાયણ પાસે મીની ટેમ્પો પલ્ટી જતા 25થી વધુ બાળકીઓ ઇજાગ્રસ્ત, સારવાર માટે ભુજ ખસેડાઇ

|

Mar 09, 2022 | 6:37 PM

લખપત તાલુકાના જુલરાઈ ગામની રબારી સમાજની બાળાઓ અને યુવતીઓ ટેમ્પોમાં બેસીને નજીકમાં આવેલા થાવર ભોપાના સ્થાનકે દર્શને જવા નીકળી હતી. ટેમ્પોના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો.

કચ્છ (Kutch) માં લખપતના સાયણ પાસે મીની ટેમ્પો પલ્ટી જતા 25થી વધુ બાળા અને યુવતીઓ ઇજાગ્રસ્ત (injured)  થઈ છે. તમામને પ્રાથમિક સારવાર (treatment) માટે દયાપર ખાતે લવાઈ હતી. જેમાંથી 15 બાળકી (girls) ને વધુ સારવાર માટે ભુજ ખસેડાઇ હતી. જુલરાઇ ગામની બાળાઓ ધાર્મિક દર્શને જતી હતી ત્યારે અકસ્માત (Accident)  નડ્યો હતો. તમામ બાળકી અને યુવતીઓ 5થી 20 વર્ષની છે.

બાળાઓ અને યુવતિઓને સામાન્યથી ભારે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવી છે. ઘટનાના પગલે મામલતદાર સહિતના અધિકારીઓ અને આસપાસના લોકો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

લખપત તાલુકાના જુલરાઈ ગામની રબારી સમાજની બાળાઓ અને યુવતીઓ નજીકમાં આવેલા થાવર ભોપાના સ્થાનકે દર્શને જવા નીકળી હતી. દરમિયાન સાયણ ગામ પાસે છોટા હાથી ટેમ્પોના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો માર્ગ ઉપર પલટી ગયો હતો. આ ટેમ્પોમાં સવાર બાળાઓ અને યુવતીઓને ઈજાઓ પહોંચી હતી. જોકે કોઈ જાનહાની થઈ નથી.

તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે દયાપર ખાતે લવાઈ હતી. આ સમયે દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. ઘાયલોની સારવાર માટે ઘડુલીના આરોગ્ય વિભાગના કર્મચારીઓ, તબીબો અને માતાના મઢ તથા આસપાસના ખાનગી તબીબોને પણ દયાપર હોસ્પિટલ ખાતે બોલાવી લેવામાં આવ્યા હતા. જોકે વધુ ઇજાગ્રસ્ત 15ને ભૂજ ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રાજકોટ: ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર સામે બળવો

આ પણ વાંચોઃ  Panchmahal: ગોધરા નગરપાલિકા દ્વારા વેરામાં 40 ટકાનો વધારો ઝીંકાયો, શહેરમાં સાફ સફાઇનો અભાવ, ઠેરઠર ગંદકીના ઢગલા

Next Video