Kutch: નર્મદાના પાણી મુદ્દે કિસાનસંઘનું ફરી સરકારને 15 માર્ચનુ અલ્ટીમેટમ, નહીં તો ફરી ઉગ્ર વિરોધ!

|

Mar 09, 2022 | 2:35 PM

તાજેતરમાં જ જાહેર થયેલા બજેટમાં કચ્છમાં નર્મદાના પાણી માટે માત્ર 272 કરોડ રૂપિયાની જોગવાઇ કરાતાં કચ્છના ખેડૂતો ફરી સરકારથી નારાજ થયા છે. જેના પગલે આજે કચ્છ ભારતીય કિસાનસંઘની એક બેઠક મળી હતી જેમાં આગામી રમનીતિ નક્કી કરવામાં આવી હતી.

Kutch: નર્મદાના પાણી મુદ્દે કિસાનસંઘનું ફરી સરકારને 15 માર્ચનુ અલ્ટીમેટમ, નહીં તો ફરી ઉગ્ર વિરોધ!
કચ્છ ભારતીય કિસાનસંઘની બેઠક મળી હતી.

Follow us on

કચ્છ (Kutch) માટે જીવાદોરી સમાન નર્મદા (Narmada) યોજનાનુ પાણી કચ્છના તમામ તાલુકાઓ સુધી પહોચે તે માટે કિસાનો,પશુપાલકો અને દરેક વર્ગએ લાંબો સંધર્ષ કર્યો છે. જો કે 2006 થી ચાલી રહેલી આ પ્રક્રિયામાં કચ્છને સતત અન્યાય થઇ રહ્યો છે. તાજેતરમાંજ રૂપાણી સરકારે જાહેર કરેલ બજેટની રકમને વહીવટી મંજુરી ન મળતા કચ્છ ભારતીય કિસાનસંઘ (Kisan Sangh) લાંબી લડત શરૂ કરી હતી અને મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે 4369 કરોડ રૂપીયા બજેટમાં ફાળવવા માટે જાન્યુઆરી મહિનામાં ખાતરી આપી હતી.

જો કે તાજેતરમાંજ જાહેર થયેલા બજેટમાં માત્ર 272 કરોડ રૂપીયાની જોગવાઇ કરાતા કચ્છના ખેડુતો ફરી સરકાર (government) થી નારાજ થયા છે. આજે કચ્છ ભારતીય કિસાનસંધએ એક બેઠક બોલાવી કચ્છના ચુંટાયેલા પ્રતિનીધી અને સરકારને ચીમકી આપી છે કે 15 માર્ચ પહેલા બજેટમાં સુધારો કરી મુળ રકમની જોગવાઇ કરવામાં નહી આવે તો 16 માર્ચથી ખેડુતો ફરી આંદોલન (protest) ના માર્ગે જશે.

2 મહિનામાં સરકાર ફરી ગઇ

અંજારના ટપ્પર ડેમ સુધી નર્મદાના પાણી પહોચ્યા છે. પરંતુ કચ્છને વધારાના 1 મીલીયન ફીટ પાણી સિંચાઇ માટે આપવાની થયેલી જાહેરાતનુ આજે એક દાયકા બાદ પણ કામ ઝડપી બન્યુ નથી તેવામાં કચ્છ ભારતીય કિસાનસંધે વિવિધ કાર્યક્રમો સાથે કચ્છની 400 ગ્રામ પંચાયત,100 સામાજીક સંસ્થા અને સંતોના સમર્થન સાથે ધરણા યોજી વિરોધ કર્યો હતો જેના પગલે સરકારે કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીની હાજરીમાં કચ્છમાં નર્મદા માટે મંજુર થયેલા 4369 કરોડ રૂપીયા બજેટમાં ફાળવવાની જાહેરાત કરી હતી. જો કે બે મહિના બાદ રજુ થયેલા બજેટમાં સરકારે માત્ર 272 કરોડ રૂપીયા ફાળવતા ખેડુતોથી સમર્થન આપનાર તમામ લોકો સરકારથી નારાજ થયા છે. આજે મુખ્યમંત્રીથી લઇ તમામને ખેડુતોએ લેખીત પત્ર લખી 15 તારીખ સુધીનુ અલ્ટીમેટમ આપ્યુ છે. નહી તો 16 તારીખથી કચ્છમાં તમામના જનસમર્થન સાથે ફરી ખેડુતો આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

કચ્છની નબળી નેતાગીરીથી નારાજ

આજે ખેડુતોએ પોતાની માંગણી સંદર્ભે વાત કરતા જણાવ્યુ હતુ. કે કચ્છમાં પાણીના સ્તર નિચા જઇ રહ્યા છે. દુર્ગમ વિસ્તારમાં પાણીના અભાવે હિજરતની સ્થિતી ઉભી થઇ છે. તેવામાં સરકારે ન માત્ર ખેડુત પરંતુ કચ્છના સર્વાગી હિતમાં કરેલી જાહેરાતથી ખુશી છે. પરંતુ બજેટમાં કચ્છને થયેલા અન્યાય પછી કચ્છના કોઇ ધારાસભ્ય કે સાંસદે આ અંગે સરકારની ટીકા કરી નથી કચ્છ સરકારની તીજોરમાં કરોડો ફાળવે છે. તેવામાં કચ્છને થયેલા અન્યાય મુદ્દે ચુંટાયેલા પ્રતિનીધીના મૌનથી ખેડુતો નારાજ છે. 16 તારીખથી કચ્છભરમાં વિરોધ સાથે સરકારી કાર્યક્રમનો બહિષ્કાર અને ચુંટાયેલા પ્રતિનીધીના ધેરાવ કરવા સુધી વિરોધ કરાશે જેમાં સમગ્ર કચ્છ અને ગુજરાતને જોડવા માટેની તૈયારી કિસાનસંધે દર્શાવી છે.

ખેડૂતો સરકાર સામે લડી લેવાના મુડમાં

કચ્છ ખેતી-પશુપાલન સહિત તમામ રીતે આજે ગુજરાતના વિકાસનુ ગ્રોથ ઇન્જીન છે પરંતુ સરકારની ઉદાર ઉદ્યોગનીતી સામે ખેડુતો અને કચ્છના હિતમાં અભીગમ ધણો અલગ છે. જો કે હવે કચ્છના ભવિષ્યની ચિંતા સાથે ફરી એકવાર સરકાર સામે ભારતીય કિસાનસંધએ મોરચો માડ્યો છે અને સરકારે કરેલી જાહેરાત અને ત્યાર બાદ તેમાં થયેલા ફેરફારમાં જો સુધારો નહીં કરે તો ખેડૂતો સરકાર સામે લડી લેવાના મુડમાં છે.

આ પણ વાંચોઃ Junagadh: બાલાજી એવન્યૂની હોસ્પિટલના તબીબોએ રોડ પર ઊભા રહી દર્દીઓને તપાસવા પડ્યા, જાણો શું છે કારણ

આ પણ વાંચોઃ Ahmedabad: સાબરમતી ગાંધી આશ્રમના રિડેવેલપમેન્ટ સાથે આશ્રમના અંતેવાસીઓનો પણ વિકાસ, 201 મકાન માલિકોને આ સુવિધાઓ મળી

Next Article