Kutch: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને CSR કામગીરી હેઠળ દિવ્યાંગોને સહાયક ઉપકરણોનુ નિ:શુલ્ક વિતરણ કર્યું

|

Apr 03, 2022 | 5:11 PM

અલિમ્કો કંપની દ્વારા ઉત્પાદિત વિવિધ કેટેગરીના સહાયક ઉપકરણોનું પૂર્વ-ઓળખિત વિકલાંગ વ્યક્તિઓને વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વિકલાંગોને મોટરાઇઝ્ડ ટ્રાઇસાઇકલ 39, ટ્રાઇસિકલ 15,વ્હીલચેર 19,સ્માર્ટ કેન 04,લાકડી 09,એડીએલ કીટ 01,સેલ ફોન 01,ક્રૉચ 92,કોણી ક્રચ 14,શ્રવણ સહાયક 02, એમ એસ આઇ ઇ ડી કિટ 03, સ્માર્ટ ફોન 02 નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

Kutch: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને CSR કામગીરી હેઠળ દિવ્યાંગોને સહાયક ઉપકરણોનુ નિ:શુલ્ક વિતરણ કર્યું
Kutch ONGC CRS Activity

Follow us on

કચ્છમાં(Kutch)વધી રહેલા ઉદ્યોગીકરણ વચ્ચે સ્થાનીક લોકોની હંમેશા ફરીયાદ રહી છે કે સીએસઆર (CSR) હેઠળ કોર્પોરેટ કંપનીઓ દ્રારા વિકાસ તથા સમસ્યાના ઉકેલ માટે મદદ કરવામાં આવતી નથી જો કે તે વચ્ચે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ(IOCL)પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન્સ-કંડલા દ્રારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યુ છે. તેમણે 85 દિવ્યાંગજનોની ઓળખ કરી રૂ.25 લાખની કિંમતના 201 સહાયક ઉપકરણોનુ વિતરણ કરવામાં આવ્યું હતું. નવજીવન વિકલાંગ સેવાશ્રય, ભચાઉ ખાતે દિવ્યાંગજનો માટે સહાયક ઉપકરણોના નિ:શુલ્ક  વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિનોદ ચાવડા,સાંસદ-કચ્છ-મોરબી, વિરેન્દ્રસિંહ જાડેજા,ધારાસભ્ય- માંડવી-મુન્દ્રા માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય ગાંધીધામ, ,તથા ચિન્મય ઘોષ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આઇ ઓ સી પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન,ચિન્મય ઘોષ ઉપસ્થિત રહ્યા હતા. વિકલાંગ વ્યક્તિઓની ઓળખ/નોંધણી માટે, એલિમકો કંપની દ્વારા 10મી અને 11મી ફેબ્રુઆરી 2022ના રોજ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય, ભચાઉ કચ્છ ગુજરાત ખાતે જિલ્લા વહીવટી તંત્ર કચ્છ ગુજરાત અને નવજીવન વિકલાંગ સેવાશ્રયના સહયોગથી એક પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિકલાંગોને મોટરાઇઝ્ડ ટ્રાઇસાઇકલ 39, ટ્રાઇસિકલ 15,વ્હીલચેર આપવામાં આવી

આજના વિતરણ શિબિરમાં, અલિમ્કો કંપની દ્વારા ઉત્પાદિત વિવિધ કેટેગરીના સહાયક ઉપકરણોનું પૂર્વ-ઓળખિત વિકલાંગ વ્યક્તિઓને વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વિકલાંગોને મોટરાઇઝ્ડ ટ્રાઇસાઇકલ 39, ટ્રાઇસિકલ 15,વ્હીલચેર 19,સ્માર્ટ કેન 04,લાકડી 09,એડીએલ કીટ 01,સેલ ફોન 01,ક્રૉચ 92,કોણી ક્રચ 14,શ્રવણ સહાયક 02, એમ એસ આઇ ઇ ડી કિટ 03, સ્માર્ટ ફોન 02 નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. CSR યોજના હેઠળ સામાજીક બદલાવ લાવવાના પ્રયત્નરૂપ આ કામગીરીથી વિકંલાગ વ્યક્તિના જીવનમાં બદલાવની આશા વ્યક્ત કરી ભવિષ્યમાં આવા કાર્ય માટે તત્પરતા દર્શાવાઇ હતી

આ પણ વાંચો :  Surat: ત્રણ વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જવાની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં ગુનો નોંધાયો

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો : Ahmedabad: સામાન્ય ભાડાની બાબતમાં ભાડુઆતે મકાન માલિકનું ગળું દબાવી કરી હત્યા, જાણો સમગ્ર મામલો

 

Published On - 4:50 pm, Sun, 3 April 22

Next Article