Kutch : પ્રકાશ રેલાવતી PGVCLના વિવિધ કચેરીઓ પાસેથી કરોડોના લેણાં બાકી

|

Mar 25, 2022 | 12:05 AM

ભુજ વર્તુળના મુખ્ય અધિક્ષક એન્જિનિયર એ.એસ.ગરવાએ જણાવ્યુ છે. હતુ કે પચ્છિમ કચ્છ કચેરી હસ્તક ઔદ્યોગીક એકમોમાં 8.07 કરોડ,ખેતી વપરાશમાં 14.52 કરોડ વિવિધ પંચાયતના 2.37 કરોડ તથા ઘર વપરાશના 22.55 કરોડ મળી કુલ 99 કરોડ જેટલી રકમની વસુલાત કરવાની છે. જો કે પાણી આવશ્યક વસ્તુ હોય તેના સિવાયના વપરાશ સંદર્ભે પૈસાની રીકવરીના પ્રયાસો કરાઇ રહ્યા છે.

Kutch : પ્રકાશ રેલાવતી PGVCLના વિવિધ કચેરીઓ પાસેથી કરોડોના લેણાં બાકી
Kutch PGVCL (File Image)

Follow us on

ઉદ્યોગથી લઇ ઘરોમાં અજવાળુ પાથરતી પીજીવીસીએલ ( PGVCL)  કચેરીના વર્ષોથી કચ્છની(Kutch)  પાલિકા સહિતની કચેરીએ બાકી કરોડો રૂપીયાના લેણા(Recovery )  ભર્યા નથી. PGVCL કચેરીએ અનેકવાર બાકી લેણા મુદ્દે કચેરીઓને નોટીસ સહિત કડક કાર્યવાહીની ચીમકી પણ આપી પરંતુ કચેરીઓ પૈસા ભરતી નથી. કચ્છમાં પચ્છિમ કચ્છ ભુજ વર્તુળ અને અંજાર વર્તુળ કચેરી હસ્તક સમગ્ર કચ્છ જીલ્લામાં વીજ પુરવઠો પુરો પડાય છે. કોરોના મહામારીને પગલે ગત બે વર્ષમાં PGVCL કડક કામગીરી કરી શકી નથી પરંતુ ચાલુ વર્ષે બાકી લેણા લેવા મુદ્દે PGVCL એ કડક કાર્યવાહી માટેની તૈયારીઓ પણ કરી છે કેમ કે એક બે નહી પરંતુ PGVCL વિવિધ કચેરી,રહેણાંક મકાનો અને ઔદ્યોગિક એકમો પાસેથી 180 કરોડથી વધુ રૂપીયા માંગે છે. પરંતુ તે લાંબા સમયથી ચુકવાયા નથી.પચ્છિમ કચ્છ PGVCL વર્તુળ કચેરીની વાત કરવામા આવે તો તેના હસ્તક વિવિધ ઓદ્યોગીક એકમો સહિત 3 પાલિકા કચેરી આવે છે. જેના 2016થી 48.72 કરોડ જેટલા રૂપીયા બાકી છે જેમાં સૌથી વધુ ભુજ પાલિકાએ પાણી વિતરણના વીજ વપરાશના 42.88 કરોડ જ્યારે અન્ય કનેકશન પેટે 60.05 લાખ રૂપીયા ચુકવવાના છે.

પોલીસ વિભાગે 7.33 લાખ રૂપિયા  ચુકવવાના બાકી

જ્યારે માંડવી નગરપાલિકાએ પાણી વિતરણ વીજ વપરાશના 6.17 કરોડ જ્યારે અન્ય વીજ વપરાશના 22,000 ચુકવવાના છે. તો મુન્દ્રા બારોઇ પાલિકાના પાણી વિતરણ વીજ વપરાશ પેટે 46.58 લાખ જ્યારે અન્ય વીજ વપરાશના 21.85 લાખ રૂપીયા ચુકવવાના છે. તો અન્ય કચેરીમા પાણી પુરવઠા વિભાગ 18.13 લાખ,BSNL 14.07 લાખ,તથા પોલીસ વિભાગે 7.33 લાખ રૂપીયા ચુકવવાના છે.

ભુજ વર્તુળના મુખ્ય અધિક્ષક એન્જિનિયર એ.એસ.ગરવાએ જણાવ્યુ છે. હતુ કે પચ્છિમ કચ્છ કચેરી હસ્તક ઔદ્યોગીક એકમોમાં 8.07 કરોડ,ખેતી વપરાશમાં 14.52 કરોડ વિવિધ પંચાયતના 2.37 કરોડ તથા ઘર વપરાશના 22.55 કરોડ મળી કુલ 99 કરોડ જેટલી રકમની વસુલાત કરવાની છે. જો કે પાણી આવશ્યક વસ્તુ હોય તેના સિવાયના વપરાશ સંદર્ભે પૈસાની રીકવરીના પ્રયાસો કરાઇ રહ્યા છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

અંજાર વર્તુળમાં પણ એ જ સ્થિતી

અંજાર વર્તુળ PGVCL કચેરી હસ્તક પણ અનેક મોટા ઉદ્યોગ તથા 4 પાલિકાઓ આવે છે. પરંતુ તેમના પણ લાંબા સમયથી પૈસા ભરવાના બાકી છે. અંજાર વર્તુળના અધિક્ષક એન્જિનિયર બી.ડી.ઝાલાવડીયાએ જણાવ્યુ હતુ કે પાલિકા લાંબા સમયથી પૈસા ભરતી નથી. જેના માટે અનેકવાર ઉચ્ચકક્ષાએ પણ રજુઆત કરાઇ છે. અંજાર,ગાંધીધામ,ભચાઉ અને રાપર નગરપાલિકાના કુલ 80.27 કરોડ રૂપીયા બાકી છે. પાણી પુરવઠા (GWSSB)ના 9.32 કરોડ,BSNL કચેરીના 5.83 લાખ અને પોલિસના 42.56 લાખ રૂપીયા ભરવાના બાકી છે.

PGVCL અધિકારીઓએ અપીલ સાથે ચીમકી પણ ઉચ્ચારી

તો અન્ય ઓદ્યોગીક,રેહણાંક મળી કુલ 16.88 કરોડથી વધુ રૂપીયા ભરવાના બાકી છે. એકાઉન્ટ વિભાગના અધિકારી બી.કે મહેશ્વરીએ જણાવ્યુ હતુ કે બાકી લેણા મુદ્દે અનેકવાર લેખીત મૌખીક જાણ વિવિધ કચેરીને કરાઇ છે અને આશા છે. કે ચાલુ વર્ષે પૈસાની રીકવરી યોગ્ય થાય
એક તરફ ખેડુતોને અપુરતી વીજળીનો મુદ્દો,ઉનાળામાં રહેણાંક વિસ્તારોમાં વીજ પુરવઠો ન ખોરવાય તે માટેની કવાયત વચ્ચે PGVCLની તીજોરી માં અંધારૂ છવાયેલુ છે ત્યારે નિયમીત અને યોગ્ય વીજ પુરવઠા માટે PGVCL અધિકારીઓએ અપીલ સાથે ચીમકી પણ ઉચ્ચારી છે. કે જો નિયમીત વીજબીલ નહી ભરાય તો કડક કાર્યવાહી પણ કરાશે

આ પણ વાંચો : ગુજરાત સરકારની મોટી જાહેરાત, ભૂકંપ બાદ બનેલા 16,600 મકાનો રેગ્યુલરાઈઝ કરાશે

આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકા : ભાણવડ નગરપાલિકાના ચીફ ઓફિસરે પોલીસ રક્ષણ માગતા રાજકારણ ગરમાયું

 

Published On - 11:43 pm, Thu, 24 March 22

Next Article