AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: ભુજ LCBનો સપાટો પ્રોહિબીશન સહિતના ગુનામાં સામેલ 10 શખ્સો સામે પાસાની કાર્યવાહી

પચ્છિમ કચ્છ પોલીસ દ્રારા પાછલા થોડા મહિનામાં અનેક ગુનેગારો સામે પાસાની ઐતિહાસિક કાર્યવાહી કરાઇ છે. આ અગાઉ ગૌ હત્યાના ગુનામાં  સામેલ શખ્સો સામે એક સાથે આવી પાસાની કાર્યાવાહી કરાઇ હતી.

Kutch: ભુજ LCBનો સપાટો પ્રોહિબીશન સહિતના ગુનામાં સામેલ 10 શખ્સો સામે પાસાની કાર્યવાહી
Bhuj LCB Action
Jay Dave
| Edited By: | Updated on: Apr 01, 2023 | 4:44 PM
Share

પચ્છિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ-મારામારી સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલ શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પાછલા 3 મહિનામાં માંડવી-ભુજ સહિતના વિસ્તારના આવા શખ્સો સામે પાસાની કાર્યવાહી કર્યા બાદ આજે પચ્છિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક બે નહી પુરા 10 શખ્સો સામે પાસાની કાર્યવાહી કરી રાજ્યની અલગ-અલગ જેલમાં મોકલ્યા છે. જાહેર પ્રજાની શાંતિ માટે જોખમરૂપ આ શખ્સો સામે વિવિધ પોલીસ  મથકે વિવિધ ગુન્હાઓ નોંધાયેલા છે. પરંતુ પ્રજાની શાંતિ માટે કડક કાર્યવાહી કરી પચ્છિમ કચ્છ પોલીસ વિભાગે એક સાથે 10 શખ્સો સામે પાસાની ધાક બેસાડતી કાર્યવાહી કરી છે.

ઝડપાયેલા શખ્સો અને ગુનાહિત ઇતિહાસ

પોલીસ ઝડપેલા આરોપીઓમાં (૧) ઇકબાલ ઉર્ફે એક્કો જાકબ ત્રાયા ઉવ.૨૩ રહે.આશાપુરા મીલ માટીની બાજુમાં, ભુજીયા તળેટી રીંગરોડ રામનગરી ભુજ તેમજ (૨) જીવરાજ રાણી ગઢવી ઉવ.૨૩ રહે.મોટા ભાડીયા તા.માંડવી કચ્છ તેમજ (૩) કાના રાણશી ગઢવી ઉવ.૨૯ રહે.મોટા ભાડીયા, તા.માંડવી કચ્છ તેમજ (૪)રાણશી જેઠાભાઇ ગઢવી, ઉવ.૬૦ રહે.મોટા ભાડીયા, તા.માંડવી તેમજ (૫) હનીફ ઉર્ફે હનીયો સુલેમાન કકલ ઉવ.૩૦ રહે.રામનગરી જુના રેલ્વે સ્ટેશન, ખોડીયાર માતાના મંદિર પાસે, ભુજ-કચ્છ તેમજ (૬) હનીફ ઉર્ફે અકલો સાધક સમા ઉવ.૨૪ રહે.શાંતીનગર, સમાવાસ ભુજ જી.કચ્છ વાળાઓ જાહેર પ્રજામાં શરીર સબંધી ગુનાઓ આચરી જાહેર પ્રજાની શાંતીમાં ખલેલ પહોચાડવાના ગુન્હામાં પોલીસ ચોપડે અનેકવાર નોંધાઈ ચુક્યા છે.

ભારતીય બનાવટના વિદેશી દારૂ રાખી વેચાણ કરવાના અલગ-અલગ ગુના દાખલ

જ્યારે (૭)શામભા પથુભા જાડેજા, ઉવ.૪૧, રહે.પ્લોટ નં.૨૯ વોર્ડ નં.૩, શાંતિધામ-૩ ગામ- વરસામેડી, તા.અંજાર, મુળ રહે.ગામ-શીવલખા તા.ભચાઉ જિ.કચ્છ તેમજ (૮)શક્તિસિંહ ઉદેસિંહ સમા ઉવ.૨૨ રહે.હાલે માંડવી રોડ નવાવાસ સુખપર તા.ભુજ મુળ રહે.પ્રાગપર, તા.મુંદરા-કચ્છ તેમજ (૯) વિક્રમ ઉર્ફે વિકાસ શામજીભાઇ ચાવડા(આહિર), ઉવ.ર૩, રહે.હાલે ઉખડમોરા વાડી વિસ્તાર, તા.ભુજ મુળ રહે. મોડસર વાડી વિસ્તાર,તા.અંજાર જિકચ્છ તેમજ (૧૦) શામજીભાઇ જેસંગભાઇ ચાવડા(આહિર) ઉવ.૪૯, રહે.હાલે ઉખડમોરા વાડી વિસ્તાર, તા.ભુજ મુળ રહે. મોડસર વાડી વિસ્તાર,તા.અંજાર જિ.કચ્છ વાળા વિરૂધ્ધમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ રાખી વેચાણ કરવાના અલગ-અલગ ગુના દાખલ થયેલ છે.

ગૌ હત્યાના ગુનામાં  સામેલ શખ્સો સામે એક સાથે આવી પાસાની કાર્યાવાહી કરાઇ હતી

જેમાં પચ્છિમ કચ્છ પોલીસ દ્રારા પાછલા થોડા મહિનામાં અનેક ગુનેગારો સામે પાસાની ઐતિહાસિક કાર્યવાહી કરાઇ છે. આ અગાઉ ગૌ હત્યાના ગુનામાં  સામેલ શખ્સો સામે એક સાથે આવી પાસાની કાર્યાવાહી કરાઇ હતી. ત્યારે પચ્છિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા એક સાથે 10 શખ્સો સામે પાસાની કાર્યવાહી કરાતા અન્ય ગુન્હાખોરી કરતા શખ્સોને કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે.

આ પણ વાંચો : Gujarati Video : કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના બદલાયા સૂર, ગુજરાત સરકારની કરી ભરપેટ પ્રશંસા !

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
g clip-path="url(#clip0_868_265)">