Kutch : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તંત્ર સજ્જ, અદાણી હોસ્પિટલમાં 100 બેડનો વધારો

|

Jun 24, 2021 | 9:50 AM

Kutch : કચ્છમાં કોરોનાના કેસો ઘટ્યા છે. આમ છતા, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઈને ,ભુજની અદાણી હોસ્પિટલમાં (Adani Hospital) ઓક્સિજનની સુવિધા સાથે 100 બેડની વ્યવસ્થા વધારી દેવાઇ છે.

Kutch : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તંત્ર સજ્જ, અદાણી હોસ્પિટલમાં 100 બેડનો વધારો
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને કચ્છ તંત્ર સજ્જ

Follow us on

Kutch : ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. ગુજરાતમાં દરરોજ કોરોનાના 200થી અંદર કેસ આવી રહ્યા છે. તો કચ્છમાં કોરોનાના કેસ ઘટ્યા છે. જ્યા સરેરાશ 10ની અંદર કચ્છમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જો કે રાજ્ય સરકારના આદેશ મુજબ કચ્છમાં પણ કોરોનાની સંભવત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

કચ્છની મુખ્ય એવી સરકારી હોસ્પિટલમાં કે જે અદાણી ઔદ્યોગિક જૂથ સંચાલીત છે તેમા 100 બેડ વધારાયા છે. તો કચ્છના તાલુકા મથકોએ ઓક્સિજન સાથેની હોસ્પિટલ માટે તંત્રએ તૈયારી કરી છે. કચ્છમાં ઓછા કેસ વચ્ચે હજુ સ્થિતી ભલે સામાન્ય છે પરંતુ અત્યારથી કચ્છમાં પણ ત્રીજી લહેરને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ભુજની મુખ્ય સરકારી હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત તબિબોને તાલીમ સાથે 100 બેડ વધારી દેવાયા છે. તો બાળકો માટે એક અલાયદો વોર્ડ પણ ઉભો કરાયો છે. જેમાં તમામ પ્રકારની સુવિદ્યા ઉપલબ્ધ કરાશે.તો બીજી તરફ તાલુકા મથકોએ ઓક્સિજન વ્યવસ્થા સાથેની હોસ્પિટલ ઉભી કરી જીલ્લા મથકોએ પુરતુ ઓક્સિજન મળી રહે તે માટે તંત્રએ અત્યારથી જ આયોજન કર્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

કચ્છમાં સ્ટાફની ઘટ નિવારી દેવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં બાળકો માટે એક સ્પેશીયલ રૂમ રાખવા માટે પણ તાકીદ કરાઇ છે, આમ કચ્છનુ તંત્ર અત્યારથીજ સંભવત ત્રીજી લહેરની શક્યતાને પહોંચી વળવા તૈયારીમાં લાગ્યુ છે. ખાલી ભુજ અદાણી હોસ્પિટલમાં (Adani Hospital)  100 બેડની વ્યવસ્થા વધારી દેવાઇ છે.

વિસ્તારની દ્રષ્ટ્રીએ મોટા એવા કચ્છ જીલ્લામાં એક સમયે કેસો વધતા કચ્છના આરોગ્ય સેવાઓ સામે અનેક સવાલો ઉભા થયા હતા. જો કે બીજી લહેરમાંથી સબક લઇ તંત્ર કોઇ કસર બાકી રાખવા નથી માંગતુ અને તેથીજ ત્રીજ લહેર પહેલાજ અત્યારથી તંત્ર તમામ સુવિદ્યા સાથેની આરોગ્ય સુવિદ્યાથી સજ્જ થવાની તૈયારીમા લાગ્યુ છે. જેની ધણી તૈયારીઓ પુર્ણ પણ થઇ ગઇ છે.

રાજ્ય સરકાર દ્વારા ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ઓક્સિજન બેડની સંખ્યા 61,000 વધારી 1,10,000 કરવામાં આવશે. રાજ્યમાં આઈ.સી.યુ. બેડની સંખ્યા 15 હજારથી વધારીને 30 હજાર કરવામાં આવશે. વૅન્ટિલેટરની સંખ્યા 7 હજારથી વધારીને 15 હજાર કરવામાં આવશે. રાજ્યમાં કોવિડ ફૅસિલિટી 1800થી 2400 કરવામાં આવશે.

તો તબીબો અને સ્ટાફની સંખ્યા પણ વધારવામાં આવશે. સ્પેશિયાલિસ્ટ તબીબોની સંખ્યા 2350 વધારી 4000 કરવામાં આવશે. એમ.બી.બી.એસ. તબીબની સંખ્યા 5200થી વધારી 10,000 થશે. નર્સની સંખ્યા 12 હજારથી વધારી 22 હજાર કરવામાં આવશે. વર્ગ-4ના કર્મચારીઓની સંખ્યા 8 હજારથી વધારે 15 હજાર કરવાનો નિર્ણય કર્યો છે.

Next Article