કચ્છના અબડાસાના ધારાસભ્યએ ખાતરની અછત દૂર કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઈફકોને પત્ર લખ્યો

|

Dec 15, 2021 | 2:59 PM

અબડાસાના 3 તાલુકામાં ઇસબગુલ,ધઉં,રાયડો,એરંડાનુ વાવેતર થયુ છે પરંતુ પુરૂતુ યુરીયા ખાતર એકપણ ડેપોમા ઉપલબ્ધ નથી

કચ્છના અબડાસાના ધારાસભ્યએ ખાતરની અછત દૂર કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઈફકોને પત્ર લખ્યો
Fertilizer (FileI Image)

Follow us on

ગુજરાતમા (Gujarat)  રવીપાકનુ (Rabi Crop)  વાવેતર થઇ ગયા બાદ રાજ્યના ધણા વિસ્તારોમાંથી ખાતરની (Fertilizer)  અછત મામલે ફરીયાદો ઉઠી રહી છે. કચ્છમાં પણ ધણા વિસ્તારમાં ખાતરની અછત હોવાની ફરીયાદો ખેડુતો કરી રહ્યા છે. ત્યારે  કચ્છના અબડાસા (Abdasha)  વિસ્તારના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ (Pradhumansinh Jadeja)  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)  અને ઇફ્કોના વાઇસ ચેરમેન દિલીપ સેંધાણીને પત્ર લખી ખાતરની ધટ પુરી કરવા માંગ કરી છે .

કચ્છમાં રાપર તાલુકામાંજ તાજેતરમાં ખેડુતોએ ખાતરનો પુરતો જથ્થો ન મળતી હોવાની ફરીયાદ કરી હતી તો રાપરના ખેંગારપર ગામે પણ ખેડુતોની ખાતર મેળવવા મોટી લાઇનો જોવા મળી હતી. ત્યારે કચ્છના અબડાસા,નખત્રાણા તથા લખપત 3 તાલુકામા પણ પુરતો જથ્થો ન હોવાની ફરીયાદ સાથે પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે ભાજપના અબડાસા વિસ્તારના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી તથા ઇફ્કોને પત્ર લખ્યો છે. સાથે જો પુરતો ખાતરનો જથ્થો નહી મળે તો પાકમાં નુકશાન જવાની ચિંતા પણ વ્યક્ત કરી છે.

અબડાસાના 3 તાલુકામાં ઇસબગુલ,ધઉં,રાયડો,એરંડાનુ વાવેતર થયુ છે પરંતુ પુરૂતુ યુરીયા ખાતર એકપણ ડેપોમા ઉપલબ્ધ નથી ત્યારે અબડાસાના કોઠારા,મોથાળા,નલિયા,કનકપર, દયાપર,નરા,ધડુલી,નખત્રાણા,વિરાણી,કોટડા સહિત તમામ ડેપો પર પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવાય તેવી માંગ સાથે યોગ્ય પ્રત્યુતર આપવા પણ અનુરોધ કર્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અત્રે ઉલ્લેખનીય છે. કે કચ્છમાં ખેડુતોએ અન્ય કોઇ પ્રશ્ર્ન હોય અબડાસાના ધારાસભ્ય તેમના વિસ્તારમાં પ્રશ્ર્નો બાબતે સતત સરકારનુ ધ્યાન દોરતા હોય છે. ત્યારે ખાતર મુદ્દે પણ તેઓએ અછત હોવાના સ્વીકાર સાથે ઝડપી વ્યવસ્થા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

આ પણ વાંચો : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીકના આક્ષેપો વચ્ચે ચેરમેનનું નિવેદન, કહ્યું કોઇ ફરિયાદ મળી નથી

આ પણ વાંચો : Surat : હાલ કમુરતાની અસર પણ મકરસંક્રાંતિ પછી કાપડ માર્કેટમાં ફરી તેજીના અણસાર

Published On - 2:53 pm, Wed, 15 December 21

Next Article