કચ્છ : આત્મનિર્ભર ગામથી સાકાર થશે આત્મનિર્ભર ભારત, 12માં ગરીબ કલ્યાણ મેળામાં 603 લોકોને મળ્યા લાભ

કચ્છમાં આ યોજના અતર્ગત અત્યાર સુધી કુલ 70,000 જેટલા લાભાર્થીઓ નોંધાયા છે. જેમાંથી મોટાભાગના લોકોને લાભ મળ્યો છે. આજે જીલ્લામાં 12માં મેળાનુ આયોજન કરાયું હતું. જેમાં 603 લાભાર્થીને લાભ અપાયા હતા.

કચ્છ : આત્મનિર્ભર ગામથી સાકાર થશે આત્મનિર્ભર ભારત, 12માં ગરીબ કલ્યાણ મેળામાં 603 લોકોને મળ્યા લાભ
Kutch: 603 people got benefits in 12th Garib Kalyan Mela
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Feb 25, 2022 | 5:12 PM

Kutch: પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આજે કચ્છ જિલ્લામાં 12માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો (Garib Kalyan Melo) ભુજ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ યોજના હેઠળ 603 લાભાર્થીને વિવિધ આર્થીક સહાયના ચેક અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય (Nimaben Acharya)સહિત કચ્છના ધારાસભ્ય-સાસંદો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

જેમાં વિવિધ મહાનુભાવોએ તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2009માં શરૂ કરેલા ગરીબ કલ્યાણ મેળાથી દોઢ કરોડથી વધુ લોકોને લાભ મળ્યો છે. અને ગાંધીજીના ગામડાને સમૃધ્ધ કરવાના સપનાને અહી આકાર મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વર્ચ્યુઅલી મોરબીથી કાર્યક્રમમાં જોડાયા હતા અને ઉદ્દબોધન આપ્યું હતું.

-બાગાયત ખેતી વિભાગ દ્વારા કચ્છ જીલ્લામાં ફળ શાકભાજીના નાના વેચાણકારોને 859 છત્રીઓ વિનામુલ્યે અપાઇ -સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન અંતર્ગત 294 ગામોની પસંદગી કરવામાં આવી, જે ગામોમાં ઘરે-ઘરેથી કચરો એકઠો કરવા અને તેનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા અર્થે ડસ્ટબીન ,પુશકાર્ડ , ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવેલ -કચ્છ જીલ્લાનાં આઇ -ખેડૂત પોર્ટલ મારફતે પસંદ થયેલ કુલ 3360 જેટલા લાભાર્થીઓને કુલ 21.95 કરોડની સહાય ચુકવાઇ રહી છે. -મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ કચ્છ જિલ્લામાં 17.35 લાખ માનવદિન રોજગારી અપાઇ યોજના અંતર્ગત 99.20 ટકા શ્રમિકોને સમયસર વેતન ચુકવી દેવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 20-07-2024
અંજીર તમારા શરીરમાં ફાયદાને બદલે કરશે નુકસાન, આ લોકો ભૂલથી પણ ન ખાતા
150 રૂપિયા રોજ બચાવી બનાવી શકશો 2 કરોડ રૂપિયા... SIP નો આ કરોડપતિ ફોર્મ્યુલા છે અદ્ભુત
મખાના ખાવાથી કયો રોગ મટે છે?
આ દેશમાં ભારતના 10 રૂપિયા થઈ જાય છે લગભગ 2 હજાર રૂપિયા
સૂતા પહેલા જીરાનું પાણી પીવાના 5 ફાયદા

કચ્છમાં 69623 લાભાર્થીને 324 કરોડની સીધી સહાય 

કચ્છમાં આ યોજના અતર્ગત અત્યાર સુધી કુલ 70,000 જેટલા લાભાર્થીઓ નોંધાયા છે. જેમાંથી મોટાભાગના લોકોને લાભ મળ્યો છે. આજે જીલ્લામાં 12માં મેળાનુ આયોજન કરાયું હતું. જેમાં 603 લાભાર્થીને લાભ અપાયા હતા. અલગ-અલગ ક્ષેત્રમાં સહાયની 437 કીટ વિતરણ કરવામાં આવી હતી. જેની કિંમત 56.59 લાખ થાય છે. તો 119 ચેક વિતરણ કરી 84.61 લાખની સહાય ચુકવવામાં આવી હતી. કચ્છમાં ખેતી,પશુપાલન,મનરેગા સહિતના કામો સાથે સરકારની વિવિધ 16 જેટલાં વિભાગોની 97 જેટલી યોજનાના લાભો અપાઇ રહ્યો છે. જેમાં શાકભાજી ફેરીયાઓને છત્રીથી લઇ નાના-મોટા ઉદ્યોગ કરવા માંગતા તમામ લોકોને લાભ અપાયો છે.

કાર્યક્રમમાં વર્યુઅલ જોડાયેલ મુખ્યમંત્રીએ છેવાડાના વિસ્તારોમાંથી લાભાર્થી અને આત્મનિર્ભર થવા તૈયાર લોકોને શોધી લાવનાર કર્મયોગી કર્મચારીઓને પણ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે શ્રમિકો, દિવ્યાંગો, મહિલા, વૃધ્ધો, બેરોજગારો જેવાં તમામ જરૂરતમંદોને સહાય આપવાનું સફળ આયોજન હોવાનુ કહી મુખ્યમંત્રીએ આત્મનિર્ભર ગામથી જ આત્મનિર્ભર ભારત સાકાર થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : ટિકટોક થી ફેમસ કીર્તિ પટેલ વિવાદમાં, અમદાવાદમાં મારામારીના કેસમાં પોલીસ ફરિયાદ દાખલ

આ પણ વાંચો : Ahmedabad : જીટીયુએ ઘોડેસવારી અને ડ્રોન ફ્લાઈંગ કોર્સ શરૂ કર્યા, ડ્રોન ટેક્નોલોજીની નવી પોલિસી જાહેર કરાશે : ગૃહરાજ્યમંત્રી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">