Kutch : 52 KG કોકેઇન મામલો, ફરાર ત્રીજા આરોપીને કેરળથી ઝડપી લેતી DRI

|

Jun 03, 2022 | 9:46 AM

કચ્છના મુદ્રા પોર્ટ ઉપરથી મીઠાની આડમાં 52 કિલોગ્રામ કોકેઇન (Drugs) મળી આવ્યું હતું. આ કેસમાં ત્રીજા આરોપી મોહમ્મદ હાદી શેખને ડીઆરઆઈ (DRI) એ કેરળથી ઝડપી પાડ્યો હતો.

Kutch : 52 KG કોકેઇન મામલો, ફરાર ત્રીજા આરોપીને કેરળથી ઝડપી લેતી DRI
52 KG cocaine case, third accused arrested by DRI from Kerala

Follow us on

એક અઠવાડિયા અગાઉ કચ્છના (Kutch) મુદ્રા પોર્ટ ઉપરથી મીઠાની આડમાં 52 કિલોગ્રામનું  500 કરોડ રૂપિયાનું  કોકેઇન (Drugs) મળી આવ્યું હતું. આ કેસમાં  ડીઆરઆઇએ (DRI) ત્રીજા આરોપી મોહમ્મદ હાદી શેખને એ કેરળથી ઝડપી પાડ્યો હતો.  આ આરોપી અગાઉ ડીઆરઆઇને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. જેને ડીઆરઆઇ દ્વારા ફરીથી ઝડપી લેવામાં આવ્યો હતો અને આ આરોપીને આજે વહેલી સવારે 4:15 વાગ્યે સ્પેશ્યલ NDPS કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ બે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.

મુદ્રા પોર્ટ પરથી મીઠાની આડમાં મળી આવ્યું હતું કોકેઇન

ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા અગાઉ કચ્છના મુદ્રા બંદર ખાતેથી એક કન્ટેનરની તપાસમાં 52 કિલો કોકેઇન મળી આવ્યું હતું.  આ કોકેઇનના સેમ્પલને પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યા હતા.  જેમાંથી કોકેઇન મળી આવ્યું તે  કન્ટેનર દુબઈથી આવ્યું હતું. ડીઆરઆઈને તપાસ દરમિયાન  આ જથ્થો મળી આવ્યો હતો. ત્યાર બાદ આ મામલે  DRIએ વધુ તપાસ હાથ ધરી હતી. મીઠાની આડમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા એવી શંકા ઉભી થઈ હતી કે મહીંથી મોટા પાયે ડ્રગ્સની હેરફેર થતી હશે. આથી આ દિશામાં તપાસ કરતા  બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને ત્રીજા આરોપીને પણ આજે  રજૂ કરવાાં આવ્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

અગાઉ એપ્રિલ મહિનામાં પણ  ગુજરાત ATS અને DRIની સંયુક્ત ટીમોએ કંડલા પોર્ટ પરથી 250 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. કંડલા ખાનગી CFSમાંથી 1439 કરોડનુ ડ્રગ્સ ઝડપાયું હતું જે   ડ્રગ્સ ઇરાનના અબ્બાસ પોર્ટ પરથી જીમ પાઉડરની આડમાં લવાયું હતું.ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે એક વાત એ પણ સામે આવી રહી છે કે આ ડ્રગ્સનો વપરાશ ગુજરાતમાં થતો નથી, પણ ગુજરાતનો ટ્રાન્જીટ વે તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આ અગાઉ પણ ડ્રગ્સ પકડાવાની ઘણી ઘટનાઓ બની છે જેમાં મુખ્ય આયાતગાર રાજ્યની બહારના જ હોવાની માહિતાી પ્રાપ્ત થઈ હતી.

Next Article