Gujarat weather: દિવસ અને રાત્રિના તાપમાનમાં નોંધાશે ફેરફાર, વધશે ઠંડીનું પ્રમાણ , જાણો તમારા શહેરનું હવામાન
દાહોદમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે.
ગુજરાતના વાતાવરણમાં પલટો નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે ડાંગ તથા વાસંદામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બદલાયેલા વાતાવરણને પગલે દિવસ દરમિયાન હૂંફાળું વાતાવરણ તો રાત્રે દેવભૂમિ દ્વારકા, ડાંગ, રાજકોટ નલિયા સહિતના શહેરોમાં ઠંડીનો પારો નીચો જશે. ત્યારે જાણો કે આજે તમારા શહેરમાં હવામાન કેવું રહેશે। વરસાદ પડશે કે પછી ઠંડીનો અનુભવ થશે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તેમજ આગામી બે દિવસ વાદળ છાયું વાતાવરણ જોવા મળશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 21 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે.
દાહોદમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 28 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી રહેશે.
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે.
જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી તથા પોરબંદરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે.