Kutch જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર યથાવત, 38,699 પશુ અસરગ્રસ્ત, 3,14, 891 પશુઓનુ રસીકરણ કરાયુ

|

Aug 06, 2022 | 5:42 PM

કચ્છ(Kutch) જિલ્લાના 10 તાલુકામાં કુલ 38,699 અસરગ્રસ્ત પશુઓની સંખ્યા 5 ઓગસ્ટ સુધીમાં નોંધાઈ છે. સ્વસ્થ પશુઓમાં લમ્પી વાઈરસ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવા માટે પશુપાલકોને માહિતગાર કરવા વહીવટી તંત્ર દ્રારા જનજાગૃતિ ફેલાવાઇ રહી છે

Kutch જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર યથાવત, 38,699 પશુ અસરગ્રસ્ત, 3,14, 891 પશુઓનુ રસીકરણ કરાયુ
Kutch Lumpy Virus Spread

Follow us on

ગુજરાતના(Gujarat)અનેક જિલ્લાઓમાં લમ્પી વાયરસના(Lumpy Virus)કેસો વધી રહ્યા છે. જેમાં રાજ્યના 20 જિલ્લાઓમાં લમ્પી વાયરસના કેસો વધ્યા છે. જેમાં રાજ્યમાં કચ્છ(Kutch)બાદ રાજ્યના મુખ્યમંત્રી અસરગ્રસ્ત એવા જામનગરમાં મુલાકાત માટે ગયા હતા ત્યારે કચ્છમાં પણ હવે રસીકરણ સહિતની કામગીરી ઝડપી કરાઇ છે. કચ્છમાં અત્યાર સુધી 3,14, 891 પશુઓનુ રસીકરણ કરી દેવામાં આવ્યુ છે. આઇસોલેશન સેન્ટરો ઉભા કરવા સાથે વહીવટી તંત્રએ કચ્છમાં રસિકરણની કામગીરી ઝડપી બનાવી છે. રસીકરણ, આઈસોલેશન અને સારવાર પર ભાર મૂકીને વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરાઈ રહી છે. જિલ્લામાં કુલ 25 આઈસોલેશન કેન્દ્ર ખાતે પશુઓને સારવાર મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આઈસોલેશન કેન્દ્રમાં સારવાર લઈ રહેલા પશુઓની સંખ્યા 829 જેટલી છે. કચ્છમાં અત્યાર સુધી કુલ 57,806 પશુઓને સારવાર વહીવટી તંત્ર દ્રારા કરાઇ છે.

ગૌશાળા-પાંજરાપોળમાં કુલ 1,24,815 પશુધન

કચ્છ જિલ્લાના 10 તાલુકામાં કુલ 38,699 અસરગ્રસ્ત પશુઓની સંખ્યા 5 ઓગસ્ટ સુધીમાં નોંધાઈ છે. સ્વસ્થ પશુઓમાં લમ્પી વાઈરસ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવા માટે પશુપાલકોને માહિતગાર કરવા વહીવટી તંત્ર દ્રારા જનજાગૃતિ ફેલાવાઇ રહી છે કચ્છમા રસીકરણ માટે ઉપલબ્ધ ડોઝની સંખ્યા ૫ ઓગસ્ટની સ્થિતિએ 1,55, 427 છે. આમ કચ્છ જિલ્લામાં રસીની કોઈ જ ઘટ નથી અને પૂરતા પ્રમાણમાં રસી ઉપલબ્ધ છે કચ્છમાં આવેલી રજિસ્ટર્ડ ગૌશાળા-પાંજરાપોળની સંખ્યા ૧૭૮ છે. આ ગૌશાળા-પાંજરાપોળમાં કુલ 1,24,815 પશુધન આવેલું છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

કચ્છમાં લમ્પી મહામારી ઝડપથી કાબુમાં આવે તે માટે પ્રયત્નશીલ

ગૌશાળા-પાંજરાપોળમાં અસરગ્રસ્ત હોય એવા કુલ 4328 પશુઓની અત્યાર સુધી સારવાર કરવામાં આવી છે તેમજ 60,961 પશુઓનું રસીકરણ કરાયું છે. 5 ઓગસ્ટની સ્થિતિએ લમ્પી વાઈરસના લીધે કચ્છ જિલ્લામાં 1533 પશુઓનું મૃત્યુ થયું છે. વિશાળ એવા કચ્છ જીલ્લામાં લમ્પીના કેસો વધ્યા બાદ વધારાની ટીમ રાજ્ય સરકાર દ્રારા ફાળવાઇ છે. અને ગૌ રક્ષકો સહિત વહીવટી તંત્રની ટીમો સાથે મળી કચ્છમાં લમ્પી મહામારી ઝડપથી કાબુમાં આવે તે માટે પ્રયત્નશીલ છે.

Published On - 5:42 pm, Sat, 6 August 22

Next Article