Kutch: હરામીનાળામાં BSFનું દિલધડક ઓપરેશન, ગોળીબાર કરી બે પાકિસ્તાનીને ઝડપી લીધા

|

Jun 25, 2022 | 12:55 PM

BSF ની ટુકડીએ ભાગી રહેલા પાકિસ્તાની માછીમારોને રોકવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ નહીં રોકાતા ના છૂટકે બીએસએફના જવાનોને પાકિસ્તાની માછીમારોને પકડવા માટે ગોળીબાર કરવાની ફરજ પડી હતી.

Kutch: હરામીનાળામાં BSFનું દિલધડક ઓપરેશન, ગોળીબાર કરી બે પાકિસ્તાનીને ઝડપી લીધા
two Pakistanis arrested

Follow us on

કચ્છ (Kutch) માં પાકિસ્તાન (Pakistan) ની સીમા પર હરામીનાળા (Haraminala) માં BSFએ દિલધડક ઓપરેશન પાર પાડી ઘૂસણખોરી કરેલ બે પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. બીએસએફના સર્ચ ઓપરેશન દરમિયાન હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાનીઓ હોવાની જાણ થતાં તેમને  પડકારવામાં આવ્યા હતા અને સરેન્જર કરવા જણાવાયું હતું. જોકે ઘુસણખોરો પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયાસ કરતા BSFના જવાનોએ તેમને એટકાવવા ગોળીબાર કરવો પડ્યો હતો. બીએસએફના જવાનોએ બંનેને જીવતા પડકવા માટે તેમના પગપર નીશાન તાકીને ગોળૂબાર કરતાં બંનેને પગમાં ગોળી વાગી હતી. ઇજા થતાં તેઓ ભાગી શક્યા નહોતા અને BSF દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી અને સારવાર માટે ભુજની સ્થાનિક હોસ્પિટલ લઈ જવાયા હતા.

હરામીનાળામાં ઘુસેલી 9 પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપી પાડી

વહેલી સવારે BSF પેટ્રોલિંગ ટુકડીને હરામી નાળા વિસ્તારમાં કેટલીક પાકિસ્તાની માછીમારી બોટની શંકાસ્પદ હિલચાલ જણાતા તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરી હરામી નાળા વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએથી નવ પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી હતી. જો કે, પાકિસ્તાની માછીમારો બીએસએફના પેટ્રોલિંગને જોઈને ભાગવામાં સફળ રહ્યા હતા અને હરામી નાળા વિસ્તારમાં છુપાઈ ગયા હતા. ભારે વરસાદ અને સમુદ્રના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે સર્ચ ઓપરેશન ભારે પડકાર જનક બન્યું હતું છતાં, છતાં BSF ની ટીમે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પાકિસ્તાન તરફ ભાગી જવાના તમામ સંભવિત માર્ગોને BSF એ બ્લોક કરી દીધા હતા. BSF ની ટુકડીએ ભાગી રહેલા પાકિસ્તાની માછીમારોને રોકવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ નહીં રોકાતા ના છૂટકે બીએસએફના જવાનોને પાકિસ્તાની માછીમારોને પકડવા માટે ગોળીબાર કરવાની ફરજ પડી હતી. બંનેને પગની ઘૂંટીમાં ગોળી વાગી છે બંનેને ભુજની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બીએસેફની કાર્યવાહીમાં જે પાકિસ્તાની નાગરિકો પકડાયા છે તેમાં સદ્દામ હુસૈન ગુલામ મુસ્તફા ઉંમર 20 વર્ષ અને અલી બક્ષ ખેર મહંમદ ઉમર 25 વર્ષનો સમાવેશ થાય છે. આ બંને પાકિસ્તાની ગામ ઝીરો પોઈન્ટના રહેવાસી છે. જોકે નવ બોટમાં કેલ કેટલા પાકિસ્તાની આવ્યા હતા અને તેઓ ક્યાં ગયા તે તમામ માહિતી મેળવવા માટે પકડાયેલા બંને પાકિસ્તાની નાગરિકોની પૂછપરછ હાથ ધરવામાં આવશે.

Next Article