Biparjoy Cyclone Ground Report: વાવાઝોડા બાદનો Ground report, ઘરમાં પાણી, રસ્તામાં વૃક્ષો અને વીજળીના પોલ ધરાશાય થતા લાઈટ ગુલ જુઓ Video
અત્યાર સુધીમાં એક લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. ઘણા લોકો હજુ પણ પૂરમાં ફસાયેલા જોવા મળે છે, NDRFની ટીમો તેમને બચાવવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જુઓ TV9 ગુજરાતીનો ગ્રાઉન્ડ રિપોર્ટ
ચક્રવાત બિપરજોયે ગુજરાતમાં તબાહી મચાવી છે. હાલમાં રાજસ્થાનમાં તેની એન્ટ્રી થઈ છે પરંતુ તેની અસર હજુ પણ ગુજરાતના ઘણા ભાગોમાં જોવા મળી શકે છે. કચ્છથી લઈને દ્વારકા સુધીના ઘણા વિસ્તારોમાં વિનાશના નિશાન જોવા મળે છે. ભારે વરસાદ અને ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે. 300થી વધુ વીજ થાંભલા ધરાશાયી થયા છે. 900થી વધુ ગામોમાં વીજળીની સમસ્યા સર્જાઈ છે. તોફાની પવનોને કારણે વિઝિબિલિટી બિલકુલ શૂન્ય થઈ ગઈ છે.
અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ઈમારતોની અંદર પાણી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં એક લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. ઘણા લોકો હજુ પણ પૂરમાં ફસાયેલા જોવા મળે છે, NDRFની ટીમો તેમને બચાવવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જુઓ TV9 ગુજરાતીનો ગ્રાઉન્ડ રિપોર્ટ
બુધવાર સાંજથી પડી રહેલા ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
વરસાદના પગલે રાહત અને બચાવ કાર્ય ધીમી પણ મક્કમ ગતિએ ચાલી રહ્યું છે. ભારે વરસાદના પગલે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે.
વાવાઝોડાના કારણે મોટાભાગની તબાહી નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહી છે. અહીં પૂર જેવી સ્થિતિના કારણે લોકોને ઘર મુકીને બહાર નિકળી જવા મજબુર થયા છે.