AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિંહની પજવણીનો વાયરલ થયેલો વિડીયો જૂનાગઢના દેવળીયા આસપાસના વિસ્તારનો હોવાનું અનુમાન

સિંહની પજવણીનો વાયરલ થયેલો વિડીયો જૂનાગઢના દેવળીયા આસપાસના વિસ્તારનો હોવાનું અનુમાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 3:34 PM
Share

Illegal Lion Show : ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા લાયન શોના નામે સિંહની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.લાયન શો કરવા પશુને બાંધીને સિંહની પજવણી કરવામાં આવી રહી છે.

JUNAGADH : બે દિવસ પહેલા સિંહની પજવણીનો વાયરલ થયેલો વિડીયો જુનાગઢનો હોવાનું જાણવા મળેલ છે.સિંહની પજવણીનો વાયરલ થયેલો આ વીડિયો જૂનાગઢના દેવળીયા આસપાસના હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ વિડીયો કોઈ ખાનગી ફાર્મનો હોવાનું અને ખાનગી ફાર્મ કોઈ પોલીસ કર્મચારીનું હોવાનું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે. દેવળીયા પાર્ક નજીક પશુને બાંધી સિંહને લલચાવવામાં આવ્યો હતો.વીડિયોમાં બાંધેલા પશુની આસપાસ સિંહ આંટાફેરા કરી રહ્યો છે. આ સમગ્ર ઘટના અંગે DFO, ACF અને RFO સહિતના અધિકારીઓ કરી તપાસ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા લાયન શોના નામે સિંહની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.લાયન શો કરવા પશુને બાંધીને સિંહની પજવણી કરવામાં આવી રહી છે.વીડિયોમાં આપ જોઇ શકો છો કે એક પશુને દોરડા વડે બાંધવામાં આવ્યું છે અને સિંહને શિકાર પીરસવા માટે કારસ્તાન રચાયું છે.ખુલ્લેઆમ શિકારના નામે સિંહની પજવણી કરવામાં આવી રહી છે અને લાયન શો કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયો ગીર ગ્રામ્ય કે રેવન્યુ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.જો કે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.ત્યારે સવાલ એ છે કે કેમ વારંવાર લાયન શોના નામે સિંહની પજવણી કરવામાં આવે છે? માત્ર મનોરંજન માટે લાયન શો કેટલો યોગ્ય ? પશુના શિકારના સહારે સિંહોને લલચાવવા શું યોગ્ય છે?આવા શિકારથી સિંહોમાં રોગની ભીતિ સર્જાશે તો જવાબદાર કોણ?શું સિંહની પજવણી કરતા શખ્સો સામે કાર્યવાહી થશે? શું ખરેખર વન વિભાગ વીડિયોની કરશે તપાસ?

આ પણ વાંચો : કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણય પર ગુજરાત કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા, ‘મજબુરીમાં આ કાયદા પાછા ખેંચ્યા છે’

આ પણ વાંચો : Farm Laws Withdrawn : સાંસદ રાકેશ સિન્હાએ PM મોદીને ગણાવ્યા ભગવાન, કહ્યું ‘રામની જેમ લોકહિતમાં લીધો આ નિર્ણય’

g clip-path="url(#clip0_868_265)">