Junagadh : તાઉતે વાવાઝોડાથી ગીરના જંગલમાં 30 લાખથી વધુ વૃક્ષ ધરાશાયી

|

Jun 23, 2021 | 12:53 PM

Junagadh : તાઉતે વાવાઝોડાના કારણે ગીર સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક (National Park) માં વૃક્ષોને બહુ મોટુ નુકસાન થયું છે. ધરાશાયી થયેલા વૃક્ષોને કાપવા માટે વન વિભાગ સુપ્રિમકોર્ટની ગાઈડલાઈનનું પાલન કરાશે.

Junagadh : તાઉતે વાવાઝોડાએ ગીર સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક (National Park)માં વૃક્ષોને મોટું નુકસાન થયું છે. ધરાશાયી વૃક્ષોને કારણે ગીર અભયારણ (Gir Sanctuary)માં રહેલા એશિયાઈ સિંહ (Asian Lion)સહિત વન્યજીવોને હરવા ફરવા માટે અવરોધ ઉભો થયો છે.

તાઉતે વાવાઝોડાના કારણે ગીર સેન્સ્યુરી અને નેશનલ પાર્કમાં વૃક્ષ ધરાશાયી થયા અને મોટું નુકસાન થયું છે, હાલ વનવિભાગ (Forest Department)વિસ્તારમાં પ્લોટ પાડવામાં આવી રહ્યા છે અને ગણતરી પણ ચાલી રહી છે. અંદાજીત 30 લાખથી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે,

હવે ચોક્કસ ગણતરી કર્યા બાદ કેટલા વૃક્ષો પડ્યા છે  તેનો આંકડો સામે આવશે. જેના  માટે વનવિભાગ (Forest Department) દ્વારા ઉપલી કચેરીની મંજૂરી માંગવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની ગાઈડલાઈનનું પાલન કરી વૃક્ષોનું કટિંગ કરવામાં આવશે.

તાઉતે વાવાઝોડા થી સૌરાષ્ટ્રમાં ખેડૂતો ને ખેતી પાકોમાં નુકશાન થયું છે જેમાં બાગાયતી પાક (Horticultural crops)કેળ આંબા નારિયેળ અને ઉનાળુ પાક તલ અડદ મગ જેવા પાકમાં નુકસાની થઈ છે જેમાં રાજ્ય સરકાર દ્વારા જે ખેડૂતો માટે 500 કરોડનું સહાય પેકેજ જાહેર કરી હતી.

Next Video