Junagadh: વંથલીની ટીનમસ સ્કૂલનું ભવિષ્ય અંધારામાં, ખંડેર શાળાની ગ્રાન્ટ પણ થઈ ગઈ છે બંધ

|

Jan 27, 2023 | 11:02 AM

Junagadh News: 1986માં કાર્યરત થયેલી શ્રી આદર્શ વિદ્યા વિનય મંદિર અર્ધ સરકારી ગ્રાન્ટેબલ સ્કૂલ છે, પણ તે સ્કૂલ ઓછી અને ખંડેર વધુ લાગી રહી છે. કારણ કે, વર્ષોથી શાળાના ઓરડાઓ જર્જરિત છે. અહીં પહેલા ધોરણ 8, 9, અને 10નો અભ્યાસ કરાવવામાં આવતો હતો.

Junagadh: વંથલીની ટીનમસ સ્કૂલનું ભવિષ્ય અંધારામાં, ખંડેર શાળાની ગ્રાન્ટ પણ થઈ ગઈ છે બંધ
વંથલીની ટીનમસ સ્કૂલ જર્જરિત હાલતમાં

Follow us on

એક તરફ સરકાર અભ્યાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે. પરંતુ બીજી તરફ તેનો ફાયદો બાળકોને તો મળી જ નથી રહ્યો. જૂનાગઢના વંથલી તાલુકામાં આવેલી શાળામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે પણ તંત્ર છે કે જાગતું જ નથી. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામની શાળા છે. નામ તો એનું આદર્શ વિદ્યા વિનય મંદિર છે પણ આવી શાળાને આદર્શ કેવી રીતે કહેવી? જેમાં શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય પણ સ્કૂલ અને ક્લાસની બહાર બેસીને જ અભ્યાસ કરવો પડે છે.

1986માં કાર્યરત થયેલી શ્રી આદર્શ વિદ્યા વિનય મંદિર અર્ધ સરકારી ગ્રાન્ટેબલ સ્કૂલ છે પણ તે સ્કૂલ ઓછી અને ખંડેર વધુ લાગી રહી છે. કારણ કે, વર્ષોથી શાળાના ઓરડાઓ જર્જરિત છે. અહીં પહેલા ધોરણ 8, 9, અને 10નો અભ્યાસ કરાવવામાં આવતો હતો, પરંતુ ધોરણ 8 પ્રાથમિક વિભાગમાં જતુ રહેતા હવે ધો. 9 અને 10ના બે જ વર્ગો ચાલે છે. તેમાં પણ બંને વર્ગમાં 19-19 એટલે કુલ 38 વિદ્યાર્થીઓ છે. શાળા જ્યારથી જર્જરિત બની છે. ત્યારથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. આવી હાલત છતાં સરકારી તંત્રની આંખો ઉઘડતી નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ટિનમસ ગામની આ શાળા એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અને મજબૂરીથી અભ્યાસ કરી રહ્યા છે. ગામની વસ્તી આશરે 4500ની આસપાસ છે, જેમાં 95 ટકા લોકો સામાજિક અને આર્થિક રીતે પછાત છે, પરિણામે આ પરિવારના બાળકો ગામની બહાર જૂનાગઢ શહેર સુધી પહોંચી શકતા નથી અને અહીંની શાળા તો ખંડેર હાલતમાં છે. ગામના લોકોની માગ છે કે આ ગામની આ શાળાનું રીનોવેશન કરવામાં આવે અને શાળામાં શિક્ષકોની ભરતી થાય તો વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી શકે.

શાળામાં 38 વિદ્યાર્થીઓની સામે હાલ તેઓ ઈન્ચાર્જ પ્રિન્સીપાલ સાથે એક જ શિક્ષક છે અને તેમને ફરજીયાત તમામ વિષયોનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવું પડે છે. સમયાંતરે શાળાના અન્ય શિક્ષકો નિવૃત થયા બાદ કોઈ ભરતી કરવામાં આવી નથી. પરિણામે શાળામાં હાલ એક ઇન્ચાર્જ આચાર્ય, એક ક્લાર્ક અને એક પ્યુન ફરજ બજાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ શાળાની ગ્રાન્ટ પણ બંધ થઈ છે જેને કારણે શાળાનો વિકાસ થઈ શક્યો નથી. શાળાના આચાર્યનું દર્દ તેમની વાતમાં છલકાય છે.

Next Article