Rajkot: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવરાત્રિના પ્રથમ દિવસે નોંધાઈ મગફળીની મબલખ આવક, 1 હજારથી માંડીને 1, 350 રૂપિયા સુધીનો રહ્યો ભાવ

|

Sep 26, 2022 | 10:19 PM

રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 1.25 લાખ ગુણી મગફળીની આવક નોંધાઈ છે અને મગફળીની હરાજીમાં 20 કિલો મગફળીના 1 હજારથી માંડીને 1, 350 રૂપિયા સુધીની આવક પ્રાપ્ત થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે. ખુલ્લી હરાજીમાં ખેડૂતોને પોતાની મગફળીના સાારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હાલ મગફળીના એક મણના 1000થી લઈ 1300 રૂપિયા સુધીના ભાવ મળી રહેતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી

Rajkot: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવરાત્રિના પ્રથમ દિવસે નોંધાઈ મગફળીની મબલખ આવક, 1 હજારથી માંડીને 1, 350 રૂપિયા સુધીનો રહ્યો ભાવ
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ઠલવાઈ મગફળીની ગુણીઓ

Follow us on

નવરાત્રિના પ્રથમ દિવસે  રાજકોટ જિલ્લાના તથા  સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલ  (Gondal) માર્કેટિંગ યાર્ડમાં મગફળીની  (Groundnut) પુષ્કળ આવક થવા પામી છે આજે રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 1.25 લાખ ગુણી મગફળીની આવક નોંધાઈ છે અને મગફળીની હરાજીમાં 20 કિલો મગફળીના 1 હજારથી માંડીને 1, 350 રૂપિયા સુધીની આવક પ્રાપ્ત થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. તો માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને તેમનો માલ સુકવીને લઇને આવવાની અપીલ કરવામાં આવી હતી કે જેથી ખેડૂતોને હજુ પણ વધુ ભાવ મળી શકે.

જૂનાગઢમાં પણ 22 તારીખથી શરૂ થઈ છે હરાજી

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે. ખુલ્લી હરાજીમાં ખેડૂતોને પોતાની મગફળીના સાારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હાલ મગફળીના એક મણના 1000થી લઈ 1300 રૂપિયા સુધીના ભાવ મળી રહેતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી. અત્યાર સુધી માર્કટ યાર્ડમાં 3000 જેટલી મગફળી ગુણીની આવક નોંધાઈ છે..આગામી દિવસોમાં 20થી 25 હજાર જેટલી મગફળીની ગુણીની આવક થશે તેવું યાર્ડના સેક્રેટરનું કહેવું છે ગુજરાતમાં  (Gujarat rain ) આ વર્ષે સાર્વત્રિક વરસાદથી રવિ પાકનું સારું વાવેતર થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીનું  (Ground nut) વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

કૃષિ વિભાગના આંકડા પ્રમાણે 75.76 લાખ હેક્ટમાં થયું છે  ખરીફ પાકનું વાવેતર

ગુજરાતના કૃષિ વિભાગે  ઓગસ્ટ માસમાં  જાહેર કરેલા આંકડા પ્રમાણે  8મી ઓગષ્ટની સ્થિતિએ રાજયમાં ખરીફ પાકોનું વાવેતર 75.76 લાખ હેકટરમાં થઈ ગયું છે જે ગત વર્ષના 75.73 લાખ હેકટર કરતા વધુ છે. કપાસના વાવેતરમાં સરેરાશ 12.83 ટકાની વૃદ્ધિ થઈ છે અને 25.28 લાખ હેકટર થયું છે જે ગત વર્ષે 22.40 લાખ હેકટરમાં હતું. મહત્વની વાત એ છે કે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન સિઝનમાં કપાસનું સરેરાશ વાવેતર 24 લાખ હેકટરમાં થયું હતું તેનાથી પણ આ વર્ષે વધી ગયુ છે.

સૌરાષ્ટ્રના મુખ્ય તેલીબીયા પાક ગણાતા મગફળીના (Ground nut)  વાવેતરમાં 19 ટકાનો મોટો કાપ છે. 8મી ઓગષ્ટની સ્થિતિએ મગફળીનું વાવેતર 16.93 લાખ હેકટરમાં થયું છે. જે ગત વર્ષે 19 લાખ હેકટરમાં હતું. છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ 18.42 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થાય છે.  સૌરાષ્ટ્રમાં કપાસનો વાવેતર વિસ્તાર વધવા સાથે મગફળી ઉપરાંત કઠોળના વાવેતરમાં 21 ટકાનો મોટો કાપ આવ્યો છે. અડદનું વાવેતર 42.25 ટકા ઘટીને 87587 હેકટરમાં થયું છે. મગનું વાવેતર 22.12 ટકા ઘટીને 70407 હેકટર, તુવેરનું વાવેતર 7.82 ટકા ઘટીને 202637 હેકટરમાં નોંધાયું છે. તલીનું વાવેતર 27.17 ટકા ઘટીને 63589 હેકટરમાં થયું છે. રસપ્રદ વાત એ છે કે સરળ પાક તથા ઉંચા ભાવ છતાં સોયાબીનનું વાવેતર 3.09 ટકા ઘટીને 216579 હેકટરમાં થયું છે. ધાન્ય પાકો પૈકી બાજરીનું વાવેતર 15.11 ટકા વધીને 180376 હેકટરમાં થયું છે. જયારે જુગારમાં 11.85 ટકાનો કાપ છે અને માત્ર 14782 હેકટરમાં જ વાવેતર થયું છે.

Published On - 8:48 pm, Mon, 26 September 22

Next Article