Junagadh : PM મોદી સિંહ દર્શન કરી પરત ફર્યા, રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકની અધ્યક્ષતા સંભાળશે, જુઓ Video

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાસણ ગીર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સિંહ દર્શન કર્યું. સિંહ દર્શન બાદ PM મોદી ફરી સાસણ ગીરના સિંહ સદન ખાતે પરત ફર્યા હતા. વિશ્વ વન્યજીવ દિવસના અવસરે, PM મોદી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરશે. મહત્વપૂર્ણ છે કે આ બેઠક બંધ બારણે યોજાશે, જેમાં વન્યજીવ સંરક્ષણ અને સંભાળ અંગે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે.

Junagadh : PM મોદી સિંહ દર્શન કરી પરત ફર્યા, રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકની અધ્યક્ષતા સંભાળશે, જુઓ Video
| Edited By: | Updated on: Mar 03, 2025 | 10:32 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાસણ ગીર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સિંહ દર્શન કર્યું. સિંહ દર્શન બાદ PM મોદી ફરી સાસણ ગીરના સિંહ સદન ખાતે પરત ફર્યા હતા. વિશ્વ વન્યજીવ દિવસના અવસરે, PM મોદી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરશે. મહત્વપૂર્ણ છે કે આ બેઠક બંધ બારણે યોજાશે, જેમાં વન્યજીવ સંરક્ષણ અને સંભાળ અંગે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે.

લાયન સફારી પાર્કમાં સિંહ દર્શન બાદ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડને પેટ્રોલિંગ માટે બાઇક વિતરણ પણ કરાશે. ઉપરાંત, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 7મી રાષ્ટ્રીય વન્ય જીવ બોર્ડ બેઠક યોજાશે. હોદ્દાની રૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના પણ અધ્યક્ષ છે.. જેના કારણે જ તેઓ બેઠકમાં ભાગ લેવા સાસણ પધાર્યા છે.. ગુજરાતમાં વધનારી સિંહોની વસતીને જોતાં પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઇટ સિંહ વસવાટ કેન્દ્રોમાં હોસ્પિટલ સહિતની સુવિધાઓનું લોકાર્પણ કરશે.

PM મોદીએ 2020માં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેકટ લાયનની જાહેરાત કરી હતી.. જે અંતર્ગત 2010માં થયેલી સિંહોની ગણતરી બાદ 100 ટકા વસ્તી વધારો થયો હોવાનું સામે આવ્યું છે.. અહીં તેઓ 2900 કરોડના પ્રોજેક્ટ લાયનનું પણ લોંન્ચિંગ કરશે. તેમજ પ્રોજેક્ટ લાયન અંતર્ગત અનેક પ્રોજેક્ટો શરૂ થયા છે, તેની સમીક્ષા કરવાની સાથે-સાથે લાયન કોરિડોર અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. જેમાં સાસણ, બરડા ડુંગર, આંબરડી સફારી પાર્કને સાથે જોડી લાયન કોરિડોર બનાવવા અંગે ચર્ચા થઈ શકે છે.

મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન્ય સંરક્ષણ અને વન્ય પ્રાણી દેખરેખ નીતિરીતિના પગલે સિંહોની સુરક્ષા વધી છે. એશિયાટિક સિંહોનું એક માત્ર ઘર સાસણ ગીર હોવાનું કહેવાય છે.. ત્યારે, સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પ્રોજેક્ટને હજુ PM મોદી વધુ વેગ આપે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે.