રાજ્યમાં આગામી સાત દિવસ અતિ ભારે, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના- Video

|

Jul 11, 2024 | 7:08 PM

ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ ફરી ધમાકેદાર બેટીંગ શરૂ કરી છે. જેમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળ્યુ છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ મેઘમહેર યથાવત છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘાએ ફરી કરી છે જમાવટ. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ફરી અનરાધાર વરસાદ વરસ્યો. સુરત શહેરના મોટા ભાગના વિસ્તારો વરસાદને કારણે પાણી પાણી થઇ ગયા. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થઇ ગયા. વલસાડ પંથક પર પણ ફરી મેઘરાજાએ વહાલ વરસાવ્યું. બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી પંથક પર પણ મેઘરાજાની કૃપા યથાવત રહી છે. અમરેલીમાં અવિરત વરસાદને કારણે ચેકડેમ અને તળાવો છલકાયા છે. તો બનાસકાંઠાના દાંતામાં પણ વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે.

હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો રાજ્યમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે અંતર્ગત નર્મદા, ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. તો ડાંગ, તાપી, વલસાડને પણ મેઘરાજા ધમરોળી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જામનગર, મોરબી, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે.

સુરત શહેરમાં હળવા વરસાદમાં જ ભરાયા ઠેકઠેકાણે ભરાઇ ગયા વરસાદી પાણી. શહેરના કતારગામ-ગોટાલાવાડી મેઈન રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી. મામૂલી વરસાદમાં જ પાણી ભરાઇ જતાં મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સતત સવાલો ઉઠી રહ્યા છે. ઉઠી રહ્યા છે સવાલ

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

બીજી તરફ સુરતના અનેક વિસ્તારોમાં સવારથી જ જામ્યો વરસાદી માહોલ. શહેરના અઠવાલાઇન, અડાજણ, પાલ, રાંદેર, પીપલોદ, મજુરા ગેટ, ઉધના ,પાંડેસરા, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ,માંડવી સહિત અનેક વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી.

થોડા દિવસોના વિરામ બાદ વલસાડમાં ફરી વરસાદે એન્ટ્રી મારી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી અને પારડી સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ. વરસાદના કારણે સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા. કપરાડામાં પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા.

બીજી તરફ અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે. અમરેલીના લાઠી અને બાબરા વિસ્તારમાં ભારે વરસાદથી ગાગડીયો નદીમાં પૂર આવ્યું. ગાગડીયો નદી પરના ચેકડેમ અને તળાવો છલકાયા. જેના અદભૂત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ગાગડીયો નદીના 54 કિમીના લંબાઈના પટને ઉંડો કરવાનું કામ થયુ. જેના કારણે મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ થયો. તો ભેંસાણ અને બોરીયા ગામના બંને ચેકડેમો છલોછલ ભરાયા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:52 pm, Thu, 11 July 24

Next Article