Junagadh: વર્ષા વિજ્ઞાન મંડળે ગુજરાતમાં 8 જૂનથી વરસાદ થવાનો કર્યો વરતારો, 12થી 14 આની જેટલા વરસાદની કરી આગાહી

|

Jun 06, 2022 | 2:53 PM

જૂનાગઢ (Junagadh) કૃષિ યુનિવર્સિટી (Agricultural University) ખાતે દર વર્ષે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા રાજ્યના અલગ-અલગ શહેરોમાં વસતા આગાહીકાર દ્વારા વરતારો નક્કી કરવામાં આવે છે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તે અંગે તમામ આગાહીકારો આગાહી કરી પોતાનો અનુભવ જણાવતા હોય છે.

Junagadh: વર્ષા વિજ્ઞાન મંડળે ગુજરાતમાં 8 જૂનથી વરસાદ થવાનો કર્યો વરતારો, 12થી 14 આની જેટલા વરસાદની કરી આગાહી

Follow us on

જુનાગઢ (Junagadh) કૃષિ યુનિવર્સિટી (Agricultural University) ખાતે વર્ષા વિજ્ઞાન મંડળની બેઠક મળી હતી. બેઠકમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને વર્તારો કરવામાં આવ્યો છે. આ વર્ષે 12થી 14 આની જેટલો વરસાદ (Rain) થાય તેવો વર્તારો આગાહીકારો દ્વારા કરવામાં આવ્યો છે. 8 જૂનથી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જૂનના અંતે સર્વત્ર વાવણી લાયક વરસાદ પડશે. ઓગષ્ટમાં વાયરૂ અને નવેમ્બરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

આગાહીકારો આ રીતે કરે છે વરતારો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા રાજ્યના અલગ-અલગ શહેરોમાં વસતા આગાહીકાર દ્વારા વરતારો નક્કી કરવામાં આવે છે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તે અંગે તમામ આગાહીકારો આગાહી કરી પોતાનો અનુભવ જણાવતા હોય છે. ત્યારે પશુ પક્ષીની બોલી, અખાત્રીજના દિવસે પવનનો વરતારો, તેવી જ રીતે આકાશમાં અને નક્ષત્રમાં થતા ફેરફારને આધારે આગાહીકારો વરસાદની આગાહી કરતા હોય છે. આ વર્ષે 12 થી 14 આની એટલે કે મધ્યમ ચોમાસુ રહેશે તેવી આગાહી કરો દ્વારા આગાહી કરવામાં આવી છે.

48 જેટલા આગાહીકારોએ આગાહી કરી

આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી 48 જેટલા આગાહીકારોએ આગાહી કરી છે અને કૃષિ યુનિવર્સિટી અને આગાહીઓ મોકલી આપી છે. આ વર્ષે ચોમાસુ ઓક્ટોબર માસમાં વિદાય લે તેવી આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વર્ષે વરસાદ મધ્યમ રહેશે અને બાર આની જેવું વર્ષ રહેશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આમ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા 12 આની વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વર્ષે ચોમાસુ મધ્યમ રહેશે તેવો દરેક આગાહી કારોનો વરતારો જોવા મળ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Next Article