Junagadh: બેદરકારીમાં તંત્ર અવ્વલ અને પીડાનો ભોગ મૂક પશુઓ બની રહ્યાં છે, ગટરમાં ખાબકેલી ગાયનું મુશ્કેલીથી રેસ્ક્યુ કરાયું

|

Jul 17, 2022 | 6:59 PM

જૂનાગઢમાં (Junagadh) ગટરની ખુલ્લી કુંડીમાં ગાય (COW)ખાબકી હોવાની ઘટની બની હતી. જોકે ગાયને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવી હતી અને ગાયનો જીવ બચી ગયો હતો. પાલિકાએ પ્રિ મોન્સૂન કામગીરીમાં ભોપાળું વાળ્યું છે જેનું પરિણામ વરસાદ બાદ જોવા મળી રહ્યું છે.

Junagadh: બેદરકારીમાં તંત્ર અવ્વલ અને પીડાનો ભોગ મૂક પશુઓ બની રહ્યાં છે, ગટરમાં ખાબકેલી ગાયનું મુશ્કેલીથી રેસ્ક્યુ કરાયું
Junagadh: The system is careless and the animals are suffering

Follow us on

જૂનાગઢમાં (Junagadh) પાલિકાએ પ્રિ મોન્સૂન કામગીરીમાં ભોપાળું વાળ્યું છે જેનું પરિણામ વરસાદ બાદ જોવા મળી રહ્યું છે. શહેરના ખાડા ટેકરાવાળા તેમજ વરસાદને કારણે ધોવાઈ ગયેલા રસ્તા પર વાહનો સહિત માણસો ખાબકતા હોય છે. ત્યારે હવે જૂનાગઢમાં (Junagadh) ગટરની ખુલ્લી કુંડીમાં ગાય (COW)ખાબકી હોવાની ઘટની બની હતી. જોકે ગાયને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવી હતી અને ગાયનો જીવ બચી ગયો હતો. પરંતુ આ ઘટના સામાન્ય નથી. જો આ ગટરમાં ગાય ઉંડે સુધી ફસાઈ ગઈ હોતો તો અથવા તો કોઈ બાળક અથવા તો અન્ય કોઈ વ્યક્તિ ખાબકી હોત તો તે જીવથી જાત.

સેવાભાવી સંસ્થાઓએ કરી કોર્પોરેશનને જાણ

ગાય ખાડામાં ખાબકી હતી અને ક્યાંય સુધી એ પરિસ્થિતમાં હતી.આ મૂક અને ચાલાર બનેલું પશું કોઇના સહારાની રાહ જોઈ રહ્યું હતું. ત્યાંથી પસાર થતા લોકોએ ફસાયેલી ગાયનું માથું જોયું હતું અને આ ઘટનાની જાણ કોર્પોરેશનને કરી હતી. ત્યાર બાદ કોર્પોરેશનની ટીમે જેસીબીની મદદથી ગાયનું રેસ્ક્યૂ કરીને ગાયને બહાર કાઢી હતી. પહેલા લોકોએ ગાયને શિંગડા પકડીને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યાર બાદ દોરડા અને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ગાયને બહાર કાઢી હતી. બહાર નીકળેલી ગાય ગભરાઈ ગઈ હોય તેમ થોડી વાર ચૂપચાપી પડી રહી હતી બાદમાં તે ચાલવા લાગી હતી.

 

આ પણ વાંચો

શા માટે નથી રખાતી તકેદારી?

જ્યારે પાલિકા દ્વારા રોડ રસ્તા તેમજ ખુલ્લી ગટરો અને મોરી સાફ કરવાનું કામ ચાલતું હોય ત્યારે શું એ જોવામાં નહીં આવતું હોય કે શહેરમાં ક્યાં ક્યાં ગટરોના ઢાંકણા ખુલ્લા છે. તંત્રની લાલિયાવાળીના કારણે માણસો તો હેરાન થતા જ હતા પરંતુ હવે તો પશુ સુદ્ધાં બાકી નથી. ભૂલથી પણ જો કોઈ નાનું બાળક પણ આ કુંડીમાં પડ્યું હોત તો તેનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હોત.જોકે સદનસીબે આવી કોઈ ઘટના ઘટી નથી.

ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ચોમાસામાં ખુલી જાય છે ગટરના ઢાંકણા

ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર ચોમાસામાં પાણી ભરાવાની ઘટના બનતી હોય છે તે સમે મોટા ભાગે એવું બનતું હોય છે કે લોકો પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા ખોલી નાંખે છે અને તે ઢાંકણા બંધ ન થતા આવી રીતે કોઈના પડવાની અને જાનહાનિની ઘટનાઓ બનતી હોય છે. ચોમાસા પહેલા જો તંત્ર દ્વાકરા યોગ્ય કામગીરી કરવામાં આવતી હોય તો પાણી ભરાવાની  સમસ્યા સર્જાય જ નહીં.

Published On - 5:53 pm, Sun, 17 July 22

Next Article