Junagadh: SOGએ બાટવામાંથી બિન અધિકૃત અનાજનો જથ્થો ઝડપ્યો, ત્રણ ગોડાઉનના માલિક સામે ફરિયાદ

|

Jun 26, 2022 | 11:38 AM

જૂનાગઢ જિલ્લાના બાટવામાંથી અનાજનો જથ્થો ઝડપાયો હતો. SOGની ટીમે અલગ અલગ ગોડાઉનમાંથી બિલ વગરનો બિન અધિકૃત જથ્થો ઝડપી પાડયો હતો. આ જથ્થો રૂપિયા 7.93 લાખના અનાજ સહિત કુલ 17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Junagadh: SOGએ બાટવામાંથી બિન અધિકૃત અનાજનો જથ્થો ઝડપ્યો, ત્રણ ગોડાઉનના માલિક સામે ફરિયાદ
Junagadh SOG seizes unauthorized food grains

Follow us on

જૂનાગઢ (Junagadh) જિલ્લાના બાટવામાંથી અનાજનો જથ્થો ઝડપાયો હતો. SOGની ટીમે અલગ અલગ ગોડાઉનમાંથી બિલ વગરનો બિન અધિકૃત જથ્થો ઝડપી પાડયો હતો. આ જથ્થો રૂપિયા 7.93 લાખના અનાજ સહિત કુલ 17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ ત્રણ ગોડાઉનના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ગિરનારની દૂધધારા પરિક્રમાનો થયો પ્રારંભ

જૂનાગઢમાં (Junagadh) દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે. દેવદિવાળીએ ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. તે પહેલા ગિરનારની દુધધારા પરિક્રમા કરવામાં આવે છે. આજથી ગિરનારની દૂધધારા પરિક્રમાનો ભવનાથ મંદિરેથી થઈ ગયો છે. મોટી સંખ્યામાં આ પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ જંગલ તરફ રવાના થઈ ગયા છે. તો, જંગલ વિસ્તારમાં વન વિભાગનો સ્ટાફ પણ તૈનાત છે. લીલી પરિક્રમાનાં રૂટ ઉપર જ દૂધધારા પરિક્રમા કરવામાં આવે છે. આ પરિક્રમામાં ગિરનાર ફરતે દૂધની ધાર કરવામાં આવે છે. એક પાત્રમાંથી સતત દૂધની ધાર વહેતી રહે છે. ગિરનારના પગથિયે દોરી બાંધી દર વર્ષે જેઠ વદ અગિયારસના દિવસે એટલે યોગિની એકાદશીના પવિત્ર દિવસે પરિક્રમા કરવામાં આવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

11 તાલુકા ચાતક નજરે જોઈ રહ્યા છે વરસાદની વાટ

રાજ્યમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભેજવાળા પવનો વરસાદ લાયક વાદળો ખેંચી લાવતા નથી તેને પરિણામે ચોમાસું આગળ વધતું ગયું છે. અને ચોમાસું લંબાતા મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી થયો. તેમજ ગત વર્ષે જૂન મહિનામાં 12 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે ચાલુ વર્ષે જૂન મહિનાના અંતિમ અઠવાડિયા સુધીમાં માત્ર 5.50 ટકા જ વરસાદ નોંધાયો છે. જે સરેરાશ 34 ટકા વરસાદ થવો જોઈએ તેની સામે માત્ર 2 ઇંચ જ થયો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અગાઉ 2018માં અત્યાર સુધીના સમયમાં માત્ર 2 ટકા જ વરસાદ થયો હતો. જે બાદ આ વર્ષે વરસાદની શરૂઆત ઘણી નબળી રહી છે. જોકે હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે. પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ સહિત જિલ્લાઓમાં ઝાપટાં પડી શકે છે.

Published On - 11:36 am, Sun, 26 June 22

Next Article