Junagadh : મગફળીના નવા સંશોધિત બિયારણથી ખેડૂતોને થશે અનેક ફાયદા, સ્વાસ્થ્ય માટે પણ છે લાભદાયી

|

Jul 05, 2021 | 9:38 AM

ખેડૂતો પણ ખેતીમાં અવનવા સંશોધન કરતા રહે છે. જૂનાગઢ કેન્દ્રીય કૃષિ મગફળી સંશોધન(Junagadh Central Agricultural Peanut Research ) દ્વારા ગિરનાર 4 અને ગિરનાર 5ની શોધ કરવામાં આવી હતી.

Junagadh : મગફળીના નવા સંશોધિત બિયારણથી ખેડૂતોને થશે અનેક ફાયદા, સ્વાસ્થ્ય માટે પણ છે લાભદાયી
મગફળીની 2 નવી જાતનું સંશોધન

Follow us on

ખેતીમાં પણ અવનવા પ્રયોગો હાથ ધરવામાં આવતા હોય છે. જૂનાગઢ કેન્દ્રીય કૃષિ મગફળી સંશોધન (Junagadh Central Agricultural Peanut Research ) દ્વારા નવી મગફળી બિયારણની જાતનું સંશોધન કરવામાં આવ્યું હતું. 2011થી આ બિયારણનું સંશોધન કરવામાં આવતું હતું. કેન્દ્ર સરકારે 2020માં આ સંશોધનને મંજૂરી આપી હતી.

જૂનાગઢ કેન્દ્રીય કૃષિ મગફળી સંશોધન દ્વારા નવી મગફળી બિયારણની જાત ગિરનાર 4 અને ગિરનાર 5ની શોધ કરવામાં આવી હતી. ગિરનાર 4 અને ગિરનાર 5 મગફળીનું પરીક્ષણ 2011થી ચાલી રહ્યું હતું. આ બાદ 2019માં આ બિયારણને કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. આ બાદ કેન્દ્ર સરકાર દ્વારા 2020માં આ બિયારણને મંજૂરી આપી હતી. આ બાદ દેશના છ રાજ્યોમાં બિયારણ ટ્રાયલ માટે મોકલવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ ટ્રાયલમાં સફળતા મળતા આગામી દિવસોમાં ખેડૂતોને નવી મગફળીનું બિયારણ મળશે. આ મગફળી સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગિરનાર 4 અને ગિરનાર 5 નામના મગફળીની ખાસ ખાસિયત એ છે કે આ મગફળીમાં ઓલિક એસિડ 80 ટકા છે. સામાન્ય મગફળીમાં ઓલિક એસિડ 40 ટકા છે. ગિરનાર 4 અને ગિરનાર 5 મગફળીનું તેલ ખાવામાં આવે તો કોલેસ્ટ્રોલ શરીરમાંથી ઘટાડી દે છે. આ મગફળીનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે.

આ મગફળીના બિયારણમાં ઓલિક એસિડ અને લીલોનીક એસિડનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. તેને લઈ આ મગફળી બિયારણને તમે લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે તો બગડવાની શકયતા ઓછી રહે છે. આ મગફળીથી વિદેશ એક્સપોર્ટનું પ્રમાણ પણ વધારી શકાય છે. આ મગફળી માર્કેટ માં આવવાથી ભારત દેશમાં ડિમાન્ડ વધશે અને વધુ નિકાસ કરી શકાશે. ખેડૂતો વધુ આ મગફળીનું ઉત્પાદન કરશે અને વધુ ભાવ મળશે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય ડિમાન્ડ પણ વધશે.

Next Article