Junagadh: સખીમંડળ દ્વારા નવતર પહેલ, “પ્લાસ્ટિક આપો, સાત્વિક ભોજનનો આનંદ માણો”

|

Jul 01, 2022 | 3:07 PM

જૂનાગઢમાં સખી મંડળની મહિલાઓએ પ્લાસ્ટિક વપરાશના નુકસાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે એક અનોખી પહેલ કરી છે. શહેરની મધ્યમાં એક પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે શરૂ કરવામાં આવ્યું છે.

Junagadh: સખીમંડળ દ્વારા નવતર પહેલ, પ્લાસ્ટિક આપો, સાત્વિક ભોજનનો આનંદ માણો
plastic cafe

Follow us on

Junagadh: જૂનાગઢમાં સખી મંડળની મહિલાઓએ પ્લાસ્ટિક વપરાશના (Plastic consumption) નુકસાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે એક અનોખી પહેલ કરી છે. શહેરની મધ્યમાં એક પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે શરૂ કરવામાં આવ્યું છે. જેનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાફેમાં જે લોકો પ્લાસ્ટિક જમા કરાવે તે લોકોને પ્રાકૃતિક રીતે ઉત્પાદિત અલ્પાહાર મળી રહેશે. આ પહેલ દ્વારા લોકોમાં પ્રકૃતિ પ્રેમ જળવાઇ રહેશે તેમજ પ્લાસ્ટિકનો વપરાશ પર પણ અંકુશ આવશે.

આ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની ડિઝાઇનમાં વાંસની સુંડલીઓનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત દિવાલો પર પણ વૃક્ષો, ફૂલોથી ડિઝાઇન બનાવવામાં આવી છે. જેથી મુલાકાત લેનારા લોકો પ્રકૃતિ સાથે એક ખાસ પ્રકારનું જોડાણ અનુભવે. કાફેમાં મુલાકાતીઓને માટીના વાસણોમાં શુદ્ધ અને સાત્વિક પદ્ધતિથી તૈયાર થયેલું ઓર્ગેનિક ફૂડ પીરસવામાં આવશે. જે સખીમંડળની જ મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે. આ દ્વારા મહિલાઓ માટે પણ રોજગારીની નવી તકો ઉભી થશે જે તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ બનશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

5 દિવસ છુટો છવાયો વરસાદ રહેશે

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી છૂટોછવાયો અને સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો 30 જૂનથી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં જ્યારે 1 જુલાઈ બાદ ભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર અને ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આવતીકાલથી 1 જુલાઈ સુધી વરસાદ વરસશે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

Published On - 8:10 pm, Thu, 30 June 22

Next Article