JUNAGADH : ભારતનું પ્રથમ સંપૂર્ણ CORONA SAFE પ્રવાસન સ્થળ !!! ગિરનાર રોપ-વે પરિસરને નેધરલેન્ડની કંપનીએ આપ્યું સર્ટિફિકેટ

|

Jul 02, 2021 | 9:57 PM

JUNAGADH : ગિરનાર રોપ-વેની યશકલગીમાં એક છોગું ઉમેરાયું છે. ગિરનાર રોપ-વે પરિસરને નેધરલેન્ડની કંપનીએ કોરોના સેફ પ્રવાસન સ્થળ તરીકેનું સર્ટિફિકેટ મળ્યું છે.

JUNAGADH : ભારતનું પ્રથમ સંપૂર્ણ CORONA SAFE  પ્રવાસન સ્થળ !!! ગિરનાર રોપ-વે પરિસરને નેધરલેન્ડની કંપનીએ આપ્યું સર્ટિફિકેટ
ગિરનાર રોપ-વેની યશકલગીમાં ઉમેરો

Follow us on

JUNAGADH : ઉષા બ્રેકો સંચાલિત ગિરનાર રોપ-વે પરિસરમાં કોરોના વાયરસ ઇન્ફેકશન રિસ્ક ઘટાડવાનું લક્ષ્યાંક સિદ્ધ કર્યું છે. આ માટે નેધરલેન્ડની DNV કંપની દ્વારા my care infection risk certificate પણ આપવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ પ્રાપ્ત થતાની સાથે જ આ પ્રવાસન સ્થળ ભારતનું પ્રથમ સંપૂર્ણ સેફ સ્થળ હોવાનું પુરવાર થયું છે.

ગિરનાર રોપ-વે 24 ઓક્ટોબરએ સ્ટાર્ટ થયું. ત્યારથી અત્યાર સુધીમાં અંદાજે 25થી 30 લાખ લોકો આ રોમાંચક સફરની મજા માણી ચુક્યા છે. આજે ગિરનાર રોપ-વેને મળેલ માય કેર ઇન્ફેક્શન સેફટી સર્ટિફિકેટ અંગે પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોરોના મહામારી આવ્યા બાદ સ્વાસ્થ્ય અંગે જાગૃત રહી ગિરનાર રોપ-વે દ્વારા અહીં આવતા યાત્રાળું અને પ્રવાસીઓ માટે બેનર્સ, સ્ટીકર્સ અને કોરોના ગાઈડલાઈનના કડક નિયમોનું પાલન કરાવાયું હતું.

આ અંગેની તપાસ કર્યા બાદ નેધરલેન્ડ ની DNV કંપનીએ વાયરસ સેફ સ્થળ તરીકે ગિરનાર રોપ-વેને ભારતનું પ્રથમ ઇન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ સેન્ટર તરીકેનું સર્ટિફિકેટ આપ્યું છે. જે ગુજરાત પ્રવાસ માટે આવતા પ્રવાસીઓ માટે સ્વાસ્થ્ય સંબંધી ખુશીના સમાચાર છે. આ તકે અંબાજીના મહંત તનસુખગીરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ અંગે ગિરનાર રોપ-વેના રિજયોનલ હેડ દિપક કપલીસે જણાવ્યું હતું કે યાત્રિકોની સલામતી અને સ્વાસ્થ્ય અમારી અગ્રતા ક્રમે છે. નેધરલેન્ડની DNV કંપનીના નિષ્ણાતોની ટીમ દ્વારા સઘન ચકાસણી બાદ પ્રાપ્ત થયેલ my care infection risk managient certificate યાત્રાળુઓનો વિશ્વાસ વધશે અને એક સ્ટાન્ડર્ડ સ્થપાશે જે અમારા માટે ગૌરવની વાત છે.

ગિરનાર રોપ વે શરૂ થયા બાદ મોટી સંખ્યામાં યાત્રિકો અને પ્રવાસીઓ અહીં આવે છે. દરરોજ 2થી 3000ને શનિ-રવિમાં 10 થી 15 હજારની સંખ્યા પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે. હજારોની સંખ્યામાં ભીડ ઉમટવા છતાં રોપ-વે મેનેજમેન્ટ દ્વારા કડક નિયમોનું પાલન કરાવાતું હોય છે. હવે આ સર્ટિફિકેટ મળવાથી ગિરનાર રોપ-વે સફર માટે આવતા લોકોના વિશ્વાસમાં ચોક્કસ વધારો થશે. જેથી આસપાસના વિસ્તારના લોકોની રોજગારીમાં પણ વધારો થશે.

 

આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 80 નવા કેસ, 2 દર્દીના મૃત્યુ, 2.48 લાખ નાગરિકોનું રસીકરણ થયું

આ પણ વાંચો : Narmada: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પત્રકાર પોપટલાલે ‘Statue Of Unity’ની મુલાકાત લીધી

Published On - 8:50 pm, Fri, 2 July 21

Next Article