JUNAGADH : સતત ત્રીજા દિવસે વરસાદથી ખુશીનો માહોલ,  જિલ્લાના માંગરોળ, માણાવદર અને કેશોદમાં વરસાદ
RAIN NEWS

JUNAGADH : સતત ત્રીજા દિવસે વરસાદથી ખુશીનો માહોલ, જિલ્લાના માંગરોળ, માણાવદર અને કેશોદમાં વરસાદ

| Edited By: | Updated on: Jul 17, 2021 | 11:04 PM

જિલ્લાના માંગરોળ, માણાવદર, કેશોદ પંથકમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. માંગરોળમાં ધોધમાર વરસાદથી શરૂઆત થઇ હતી. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

JUNAGADH : જિલ્લામાં આજે મેઘમહેર યથાવત રહી છે. જિલ્લાના માંગરોળ પંથકમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. માંગરોળમાં ધોધમાર વરસાદથી શરૂઆત થઇ હતી. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. કારણ કે વરસાદને કારણે મુરજાતી મૌલાતને જીવતદાન મળ્યું છે.

જૂનાગઢના માણાવદર પંથકમાં પણ સારા વરસાદથી શરૂઆત થઇ હતી. અહીં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી છવાઇ હતી. વરસાદને કારણે મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકને જીવતદાન મળ્યું છે.

તો જુનાગઢ જિલ્લાના કેશોદમાં ધીમીધારે વરસાદ નોંધાયો હતો. અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. અને, ધીમીધારે વરસાદથી કેશોદમાં ઠડંકનું વાતાવરણ સર્જાયું હતું. તો વાવણીમાં બાકી રહેલાં ખેડૂતો આ વરસાદથી મગફળીની વાવણીની શરૂઆત કરશે.