Junagadh: ભારે વરસાદથી નરસિંહ મહેતા સરોવર થયું ઓવરફલો, કાળવા નદીમાં આવ્યું ઘોડાપૂર

|

Jul 07, 2022 | 6:47 PM

જૂનાગઢમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે, ત્યારે ભરપૂર વરસાદને પગલે તથા ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને કારણે જૂનાગઢ(Junagadh)માં વિવિધ સરોવર અને નદીઓ તેમજ નાળા છલકાઈ ઉઠ્યા છે.

Junagadh: ભારે વરસાદથી નરસિંહ મહેતા સરોવર થયું ઓવરફલો, કાળવા નદીમાં આવ્યું ઘોડાપૂર
Junagadh: Due to heavy rains, Narasimha Mehta Sarovar overflowed, Flood in Kalwa river

Follow us on

જૂનાગઢમાં ભારે (Junagadh)વરસાદના પગલે કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ઉપરવાસમાં સતત વરસાદથી શહેરના મધ્યમાંથી નીકળતી આ નદી બે કાંઠે વહી ઉઠી છે. તેમજ નદીમાં પાણીની ભારે આવક થતા આસપાસના ગામમાં પાણી ભરાયા હતા. સતત થઈ રહેલા વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં (Farmer)ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જૂનાગઢમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. ત્યારે ભરપૂર વરસાદને પગલે તથા ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને કારણે જૂનાગઢમાં વિવિધ સરોવર અને નદીઓ તેમજ નાળા છલકાઈ ઉઠ્યા છે. વરસાદને  કારણે  નરસિંહ મેહતા સરોવર છલકાઈ ઉઠ્યું હતું અને તેના મનોહર દ્રશ્યો જોવા મળ્યા હતા.

ગિરનાર પર્વત તથા દાતાર પર વરસાદ થવાથી શહેરની મધ્યમાં આવેલું આ સરોવર છલકાઈ ઉઠ્યું હતું. તો બીજી તરફ  સર્વત્ર વરસાદના પગલે જૂનાગઢની જીવાદોરી સમાન વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે.

આ પણ વાંચો

વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં જુનાગઢ વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં શહેર અને ગિરનાર જંગલમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો છે. ધોધમાર વરસાદના પગલે સોનરખ નદીમાં ભારે પૂર આવતા દામોદર કુંડ છલકાયો હતો. બીજી તરફ ગીરનાર પર્વત પર ઝરણા વહેતા થયા હતા. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ શહેરના ઝાંઝરડા રોડ, મધુરમ, ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. જેમાં વરસાદના પગલે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતું.

પ્રાસલીમાં તણાયું ટ્રેક્ટર

જૂનાગઢ જિલ્લાના કેશોદના પ્રાસલી ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 3 ઈંચ જેટલો વરસાદ પડતાં બળોદરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ઘોડાપૂરના ધસમસતા પ્રવાહમાં તણાયું મીની ટ્રેક્ટર તણાયું હતું. પાણીના વહેણમાં પુલ પરથી ખેડૂત જીવના જોખમે પસાર થઈ રહ્યા હતા. પોતાનું ટ્રેક્ટર પાણીમાં તણાતા ખેડૂતે પાણીમાં કૂદકો માર્યો હતો. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો  હતો. મહત્વનું છે કે, આટલા પ્રવાહ વચ્ચે ખેડૂતનો આબાદ બચાવ થઈ ગયો છે.

તો જૂનાગઢના  વંથલીના થાણાપીપળી ગામે બે દિવસ પહેલા એક કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા સમગ્ર ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જ્યારે ગામમાં કેડ સમા પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા હતા. આ ઉપરાંત જૂનાગઢના માળીયા હાટીનામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં માળીયા હાટીનામાં બે કલાકમાં ધમાકેદાર એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ ગામડાઓમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ શહેરમાં ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેર અને ગિરનાર જંગલમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો છે. ધોધમાર વરસાદના પગલે સોનરખ નદીમાં ભારે પૂર આવતા દામોદર કુંડ છલકાયો હતો. બીજી તરફ ગીરનાર પર્વત પર ઝરણા વહેતા થયા હતા અને ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ હતી.

Next Article