જૂનાગઢની જીવાદોરી સમાન વિલિંગ્ડનડેમ થયો ઓવરફ્લો, ઉપરવાસમાં સતત ત્રણ દિવસથી વરસી રહ્યો છે વરસાદના

સર્વત્ર વરસાદના પગલે જૂનાગઢની જીવાદોરી સમાન વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Jul 06, 2022 | 11:49 AM

Junagadh: સર્વત્ર વરસાદના પગલે જૂનાગઢની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો (Willingdon Dam overflow) થયો છે. દાતાર અને ગિરનાર પર્વતની વચ્ચે વિલિંગ્ડન ડેમ આવેલો છે. ઉપરવાસમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે. વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં જુનાગઢ વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં શહેર અને ગિરનાર જંગલમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો છે.ધોધમાર વરસાદના પગલે સોનરખ નદીમાં ભારે પૂર આવતા દામોદર કુંડ છલકાયો હતો.બીજી તરફ ગીરનાર પર્વત પર ઝરણા વહેતા થયા હતા. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ શહેરના ઝાંઝરડા રોડ, મધુરમ, ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. જેમાં વરસાદના પગલે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતું.

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 6, 7, 8 અને 9 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જયારે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. તો ઉતર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદની શકયતા છે. ભારેથી અતિભારે વરસાદની સાથે પવનની ગતિ તેજ રહેશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati