Junagadh: સમાજ કલ્યાણ અધિકારીની પરીક્ષાના પેપર ફુટવાનો મામલો, ડીડીઓએ કહ્યુ- ટ્રાન્સપોર્ટેશનમાં ખામીના કારણે પેપરના અંદરનું કવર સહેજ તૂટ્યું

|

May 16, 2022 | 5:05 PM

જૂનાગઢ (Junagadh) ની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં રવિવારે લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટ્યાના આક્ષેપો ઉમેદવારોએ કર્યા હતા. સમાજ કલ્યાણ અધિકારીની ભરતી પરીક્ષાના પેપરનું કવરનું સીલ તૂટેલું નિકળતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.

Junagadh: સમાજ કલ્યાણ અધિકારીની પરીક્ષાના પેપર ફુટવાનો મામલો, ડીડીઓએ કહ્યુ- ટ્રાન્સપોર્ટેશનમાં ખામીના કારણે પેપરના અંદરનું કવર સહેજ તૂટ્યું
Mirant Parikh, DDO, Junagadh

Follow us on

જૂનાગઢની (Junagadh)  વિવેકાનંદ વિદ્યાલયમાં પંચાયતી વર્ગ-3 ની પરીક્ષામાં (Exam) પેપરનું સીલ તૂટવા મુદ્દે DDOઓએ સ્પષ્ટતા કરી છે. આ પરીક્ષાના પેપરના ટ્રાન્સપોર્ટેશનની ખામીના કારણે અંદરની તરફનું કવર સહેજ તૂટ્યું હતું. જો કે પેપરનું બહારનું મુખ્ય સીલબંધ કવર પરીક્ષા લેવાઈ ત્યાં સુધી અકબંધ રહ્યું હતું. ત્યારે જૂનાગઢના ડીડીઓ મિરાંત પરીખે કહ્યું કે તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ (Malpractice) સામે આવી નથી.

જૂનાગઢ (Junagadh) ની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં રવિવારે લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર (Paper) ફૂટ્યાના આક્ષેપો ઉમેદવારો (Candidates) એ કર્યા હતા. સમાજ કલ્યાણ અધિકારીની ભરતી પરીક્ષાના પેપરનું કવરનું સીલ તૂટેલું નિકળતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. જેના પગલે જિલ્લા પંચાયતના અધિકારીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે દોડી ગયા હતા. બાદમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરીને પુરાવા એકત્ર કર્યા હતા. પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે પરીક્ષાના પેપર ભરેલું કવર જ્યારે લાવવામાં આવ્યું ત્યારે પહેલાંથી જ તે લગભગ અઢીથી ત્રણ ઇંચ જેટલું તૂટેલું હતું.

ઉમેદવારોએ જણાવ્યું હતું કે પેપરનું કવર તૂટેલું હતું એટલે અમે તેના વિશે સવાલ કર્યા હતા. નિયમ પ્રમાણે ઉમેદવારોની હાજરીમાં પેપરનું કવર ખોલવાનું હોય છે અને તેના પર આ વિદ્યાર્થીઓની સહી કરવાની હોય છે, પણ કવર તુટેલું હોવાથી અમે તેના પર સાઈન કરી નથી. અમે આ અંગેનું પ્રૂફ માગ્યું ત્યારે તેમણે કહ્યું કે તમે પંચાયતમાં જાઓ, અમે કોઈ પ્રૂફ આપી શકીએ નહીં. આ ઘટનાનું રોજકામ કરવામાં આવ્યું હતું. તેમાં અઢી ઇંચ જેટલું તૂટેલું હોવાનું લખ્યું છે પણ ખરેખર તો કવર ત્રણ ઇંચ જેટલું તુટેલું હતું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

બીજી બાજુ આ પરીક્ષામાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. રાજ્યમાં સમાજ કલ્યાણ અધિકારીની 7 જગ્યાઓ માટે એકલા અમદાવાદમાં જ 44 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પાલડીના પરીક્ષા કેન્દ્ર ખાતે ડૉક્ટરેટની ડિગ્રી ધરાવતા ઉમેદવાર પણ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. આ પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સમાજ કલ્યાણ અધિકારીની પરીક્ષામાં ભલે સ્પર્ધા વધુ હોય પરંતુ કેટલાક ઉમેદવારોએ આત્મવિશ્વાસથી સફળતા મળવાની આશા વ્યક્ત કરી.

Next Article