જૂનાગઢની સરકારી કચેરીમાં ‘સ્ટેન્ડિંગ કમિટી’ની બેઠક ‘સ્ટેન્ડિંગ’ પોઝીશનમાં મળી, વાંચો શું છે કારણ

|

Feb 04, 2023 | 12:54 PM

જૂનાગઢના (Junagadh) કલેક્ટર રચિત રાજે એક અનોખો પ્રયોગ કર્યો છે. કલેક્ટરે 'સ્ટેન્ડિંગ કમિટી'ની બેઠક અલગ રીતે યોજી હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીઓને ઊભા રાખીને કલેક્ટરે મીટિંગ લીધી હતી.

જૂનાગઢની સરકારી કચેરીમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સ્ટેન્ડિંગ પોઝીશનમાં મળી, વાંચો શું છે કારણ
જૂનાગઢમાં કલેક્ટરે અધિકારીઓ સાથે અલગ રીતે યોજી બેઠક

Follow us on

આજના જમાનામાં ઓફિસમાં બેસીને કામ કરવાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી જોવા મળે છે. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખીને જૂનાગઢના કલેક્ટર રચિત રાજે એક અનોખો પ્રયોગ કર્યો છે. કલેક્ટરે ‘સ્ટેન્ડિંગ કમિટી’ની બેઠક અલગ રીતે યોજી હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીઓને ઊભા રાખીને કલેક્ટરે મીટિંગ લીધી હતી. તેમણે અધિકારીઓનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે હેતુથી ઊભા ઊભા મીટિંગ લેવાનો નિર્ણય લીધુ હોવાનું જણાવ્યુ.

જૂનાગઢના કલેક્ટર રચિત રાજે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, ‘આજના સમયમાં ઓફિસમાં લોકો લાંબા સમય સુધી ખુરશીને વળગી રહે છે. કામનું દબાણ એવું છે કે ખુરશી પરથી ઉઠવું મુશ્કેલ બની જાય છે પરંતુ આ આદત અનેક બીમારીઓ લાવે છે. લાંબા સમય સુધી બેસી રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.’

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તો સાથે જ કલેક્ટર રચિત રાજે અન્ય એક ટ્વીટ પણ કર્યુ છે. જેમાં તેમણે લખ્યુ છે કે જૂનાગઢમાં સૌપ્રથમવાર જિલ્લા વહીવટી તંત્રએ સ્ટેન્ડિંગ મીટીંગ કરતી કચેરીમાં કામ કરતા કર્મચારીઓની ફિટનેસ તરફ નવું પગલું ભર્યું છે.

મહત્વનું છે કે ઓફિસમાં ખુરશીમાં બેસી રહીને સતત કામ કરીએ તો તેનાથી હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ અને ફેફસાં સંબંધિત વિવિધ રોગ થવાની શક્યતા છે. જો ઊભા રહીને કામ કરવામાં આવે તો કર્મચારીઓ તેમની શક્તિનો વધુ ઉપયોગ કરીને કામ કરી શકશે. કલેક્ટરના જણાવ્યા અનુસાર આજના સમયમાં વિવિધ રોગથી બચવા માટે આ પ્રકારનો આ પહેલો પ્રયોગ છે, અત્યાર સુધી આ પ્રકારનો પ્રયોગ દેશની કોઈપણ ડીએમ ઓફિસમાં કરવામાં આવ્યો નથી.

Next Article