જૂનાગઢમાં મુસ્લિમ ઉપદેશકે આપ્યું ભડકાઉ ભાષણ, બેની ધરપકડ, એક ફરાર

|

Feb 04, 2024 | 1:21 PM

ગુજરાતના જૂનાગઢમાં એક મુસ્લિમ ઉપદેશક સામે કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં, તેણે વ્યસન મુક્તિ જાગૃતિ માટે પરવાનગી લીધા બાદ ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેનો વીડિયો વાયરલ થયા બાદ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ભડકાઉ ભાષણ કથિત રીતે એક ઈસ્લામિક ઉપદેશક દ્વારા આપવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં મુસ્લિમ ઉપદેશકે આપ્યું ભડકાઉ ભાષણ, બેની ધરપકડ, એક ફરાર

Follow us on

ગુજરાતના જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ વાયરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ પોલીસે શનિવારે બે લોકોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ભડકાઉ ભાષણ કથિત રીતે એક ઈસ્લામિક ઉપદેશક દ્વારા આપવામાં આવ્યું હતું.

આ મામલાની માહિતી આપતાં પોલીસે કહ્યું કે, આરોપીઓએ વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવા અને ધર્મ વિશે વાત કરવા માટે પરવાનગી લીધી હતી, પરંતુ અહીં મીટિંગ દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપીની શોધ ચાલી રહી છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

આ કાર્યક્રમ 31 જાન્યુઆરીએ યોજાયો હતો

પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ જણાવ્યું કે મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરીને શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે 31 જાન્યુઆરીની રાત્રે અહીં ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ભાષણ આપવામાં આવ્યું હતું.

 

 

 

પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ભડકાઉ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, અઝહરી અને સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153B (વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 505(2) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે મલિક અને હબીબની ધરપકડ કરી છે, જ્યારે અઝહરીને પકડવાના પ્રયાસો ચાલુ છે. ધરપકડ કરાયેલા લોકોએ પોલીસ પાસેથી અઝહરી ધર્મ વિશે વાત કરશે અને વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવશે તેમ કહીને સભા માટે પરવાનગી લીધી હતી. પરંતુ તેણે ભડકાઉ ભાષણ આપ્યું હતું.

આપને જણાવી દઈએ કે જ્યારથી ભડકાઉ ભાષણનો મામલો સામે આવ્યો છે ત્યારથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ પણ આ મામલે કડક વલણ અપનાવી રહી છે. અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

નોંધ: સોશિયલ મીડિયાામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોની ટીવી9 કોઈ પુસ્ટી કરતું નથી.

Published On - 1:19 pm, Sun, 4 February 24

Next Article