Junagad: વિસાવદરના પ્રેમપરામાં પતિએ પત્નીની કરી હત્યા, 2 માસ પહેલા જ કર્યા હતા પ્રેમલગ્ન

|

May 29, 2022 | 5:08 PM

જૂનાગઢના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્નીની હત્યા નિપજાવી ખેતરમાં તેની લાશ દાટી દિધી હતી. પ્રેમપરા ગામના જીવરાજ માથસુરીયાએ લક્ષ્મી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

Junagad: વિસાવદરના પ્રેમપરામાં પતિએ પત્નીની કરી હત્યા, 2 માસ પહેલા જ કર્યા હતા પ્રેમલગ્ન
ફાઈલ ફોટો

Follow us on

Junagadh: જૂનાગઢના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્નીની હત્યા નિપજાવી ખેતરમાં તેની લાશ દાટી દિધી હતી. પ્રેમપરા ગામના જીવરાજ માથસુરીયાએ લક્ષ્મી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધો બાબતે બંને વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા. આ દરમિયાન બે માસ પહેલા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી તેની લાશને દાટી દિધી હતી. એ સમયે જ મૃતકના પરિવારજનો તેની પુત્રીને મળવા આવ્યા અને પુત્રી જોવા ના મળતા જમાઈ પર શંકા ઉપજી. તેથી મૃતકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતા ગુમ થયાના કેસમાં પોલીસે પણ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસ દરમિયાન આરોપી પતિ તેના ઘરેથી ભાગી જતા પોલીસને પણ શંકા દ્રઢ બની. પોલીસે આરોપીની શોધખોળ ચલાવી પકડી પાડ્યો હતો. અને પુછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબુલી લીધો હતો. બાદમાં આરોપીની હાજરીમાં તેની પત્નીનો મૃતદેહ ખેતરમાંથી ખોદી બહાર કઢાયો હતો. અને FSLની મદદથી તેની તપાસ કરવામાં આવી હતી.

કેશોદ માર્કેટ યાર્ડમાં SOGએ બોલાવ્યો સપાટો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જૂનાગઢના કેશોદ માર્કેટ યાર્ડ પર SOGની ટીમે સપાટો બોલાવતા નકલી રાશનનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે માર્કેટ યાર્ડની 3 દુકાનોમાં કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઘઉં અને ચોખાના આશરે 150 કરતા વધુ કટ્ટા મળી આવ્યા હતા. સમગ્ર મામલાની વધુ તપાસ માટે મામલતદાર કચેરીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Next Article