Gujarat Weather: સુરત અને પાટણવાસીઓ ડિસેમ્બરમાં કરશે ઉનાળાનો અનુભવ, રાત્રિ દિવસના તાપમાનમાં નોંધાશે વધારો, જાણો તમારા શહેરનું હવામાન

|

Dec 21, 2022 | 9:42 AM

ડિસેમ્બર (December) દરમિયાન સામાન્ય કે તેનાથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ન હોવાથી ઠંડીની અસર પણ નહીંવત્ છે. હાલમાં અમદાવાદનું તાપમાન ઘટીને 19 ડિગ્રી પર પહોંચ્યું છે. જે ડિસેમ્બરના સામાન્યથી 5 ડિગ્રી ઊંચું છે.

Gujarat Weather: સુરત અને પાટણવાસીઓ ડિસેમ્બરમાં કરશે ઉનાળાનો અનુભવ, રાત્રિ દિવસના તાપમાનમાં નોંધાશે વધારો, જાણો તમારા શહેરનું હવામાન
Gujarat weather

Follow us on

રાજ્યમાં હજુ પણ શિયાળો જામ્યો નથી અને ડિસેમ્બરના 19 દિવસ બાદ પણ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડો થશે, પરંતુ ઠંડીનો ખરો અહેસાસ જાન્યુઆરીમાં થશે. ડિસેમ્બરમાં કોલ્ડવેવની કોઈ આગાહી નથી. ડિસેમ્બર દરમિયાન સામાન્ય કે તેનાથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ન હોવાથી ઠંડીની અસર પણ નહીંવત્ છે. હાલમાં અમદાવાદનું તાપમાન ઘટીને 19 ડિગ્રી પર પહોંચ્યું છે. જે ડિસેમ્બરના સામાન્યથી 5 ડિગ્રી ઊંચું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 16 ડિગ્રી આસપાસ છે. રાજ્યમાં હાલ વાતાવરણ સૂકું રહેશે. કમોસમી વરસાદની કોઈ આગાહી નથી.

જાણો તમારા શહેરનું  હવામાન , સુરતવાસીઓ કરશે ઉનાળાની ગરમીનો અનુભવ

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 21 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે.

દાહોદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 20 રહેશે.

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી તથા પોરબંદરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે સુરતમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે, તો ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી રહેશે.જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે.

 

 

Published On - 9:40 am, Wed, 21 December 22

Next Article