મગફળીના પાકમાં મુંડા નામના રોગે દેખા દેતા ખેડૂતો બેહાલ

|

Jul 27, 2022 | 6:33 PM

ચોમાસાની (Monsoon) સિઝનની રાહ જોતા ખેડૂતો હવે વધારે વરસાદને કારણે આર્થિક નુક્સાની તરફ જઈ રહ્યા છે. કેમ કે ખેડૂતોએ મગફળીના જે પાકની વાવણી કરી હતી તે તૈયાર કરવામાં આવેલો મગફળીનો પાક  મુંડા રોગના કારણે સડી ગયો છે. જેના કારણે વધુ એક આર્થિક ફટકો ખેડૂતને પડી રહ્યો છે.

મગફળીના પાકમાં મુંડા નામના રોગે દેખા દેતા ખેડૂતો બેહાલ
Groundnut Crop failed In Sutrapada

Follow us on

પહેલા ખેડૂતો ચોમાસાની (Monsoon) રાહ જોતા હતા, પરંતુ હવે વધારે વરસાદ બાદ ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની છે જે ખેડૂતોએ મગફળીના (Groung nut) પાકની વાવણી કરી હતી, તેઓ હવે ચિંતામાં સરી પડ્યા છે કારણ કે મગફળીના પાકમાં મુંડા (સતત વરસાદને કારણે મગફળીમાં થતી જીવાત) નામના રોગે દેખા દીધી છે. આ ચોમાસામાં ખેડૂતોની દશા દિનપ્રતિદિન બગડતી જઈ રહી છે. વધુ વરસાદની નુકસાનીમાંથી માંડ માંડ ખેડૂત બેઠા થયા ત્યારે વધુ પાછી એક મુસીબત આંગણે આવીને ઊભી રહી ગઈ છે.

જુનાગઢ (Junagadh) જિલ્લામાં મગફળીના પાકમાં મુંડા નામના રોગે પગ પેસારો કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વિસાવદર તાલુકાના છાલડા ગામમાં 3,500 વીઘાની અંદર મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. છેલ્લા 20 દિવસથી જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો ઘણો પાક નિષ્ફળ ગયો છે. સાથે મગફળીમાં મુંડા નામનો રોગ પણ આવી ગયો છે. આખા ગામમાં કરવામાં આવેલું મગફળીનું વાવેતર મોટેભાગે નિષ્ફળ જાય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે.

1200 હેક્ટરમાં કરેલું છે વાવેતર

બેસતા એટલે કે મુંડા નામના રોગને કારણે પાક બગડ્યો છે. ખેડૂતોએ 1200 હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. જેમાં રોગ દેખાતા મગફળી અંગે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેમકે ચોમાસાની ઋતુ ચાલુ છે ત્યારે  હવે નવી વાવણીની પણ શક્યતા ઓછી દેખાઈ રહી છે. ખેડૂતોએ રાજકીય આગેવાનો પાસે આ અંગે ઘણી રજૂઆત કરી છે. હવે તેઓ માંગ કરી રહ્યા છે કે તેમની નુક્સાનીનો સર્વે થાય અને તેમને કંઇક સહાય મળે જેથી ખેડૂતો નુક્સાનીમાંથી બેઠા થઈ શકે. નોંધનીય છે કે સરકાર દ્વારા 9 જિલ્લામાં નુક્સાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના 9 જિલ્લાનાં 2.42 લાખ હેક્ટરમાં પાક ધોવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે 61 હજાર હેક્ટરમાં 33 ટકા કરતાં વધુ નુકસાન થયું છે. આ જિલ્લાઓમાં સહાય આપવા અંગે કૃષિ મંત્રીએ દરખાસ્ત  રજૂ કરી છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

સૌરાષ્ટ્રમાં મેઘમહેર હવે બન્યો મેઘકહેર

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય સમયથી ભારે વરસાદ થયો છે તેને પરિણામે ખેતી પાકમાં વધારે પાણી પચી જતા હવે પાણીના ભરાવાથી  કેટલાક પાકમાં કોહવાટ થઈ ગયો છે અને મગફળી સહિતના અન્ય ખેતી પાકને નુકસાન થઈ રહ્યું છે.

વિથ ઇનપુટ ક્રેડિટ: વિજયસિંહ પરમાર

Published On - 6:28 pm, Wed, 27 July 22

Next Article