Junagadh: ભર ઉનાળે કમોસમી વરસાદ પડતાં ખેતી પાકોને ભારે નુકસાન

|

Apr 22, 2022 | 10:15 AM

આ વરસાદથી કેરીનો પાક વધુ ખરી પડ્યો છે. જેથી આ વખતે કેરીના બગીચા ધરાવતા ખેડૂતોને પણ મોટા નુકસાનની શક્યતા છે. બીજી તરફ મગ અને તલનો પાક પણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે.

આ વખતે ખેડૂતોને તો જાણે 12એ મહિના ચોમાસુ રહ્યું હોય એવી સ્થિતિ છે. ભર ઉનાળે પણ જૂનાગઢ (Junagadh) પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ (Unseasonal rain) વરસ્યો અને ખેડૂતો (Farmer)  માટે આફત લઈને આવ્યો. અહીંના ખેડૂતોએ વાવેલા તલ, મગ, અડદ ઉપરાંત આંબાના બગીચામાં વણનોતર્યા મહેમાનની જેમ અચાનક આવી પડેલા વરસાદે ભારે નુકસાની કરાવી. વાતાવરણ વેરી બનતાં ફરી એકવાર ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. અચાનક આવી પડેલી આફતને જોતાં કિસાન સંઘ ખેડૂતોની પડખે આવ્યું છે અને માગણી કરી છે કે ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવામાં આવે.

ખેડૂતોનું કહેવું છે કે, કેરીના પાકમાં હિટવેવ અને ઝાકળના કારણે પહેલાંથી જ નુકસાન હતું. કેરીનો પાક પણ 50 ટકા ઓછો હતો. હવે એમાં કમોસમી વરસાદે ઓર ઝટકો આપ્યો છે. આ વરસાદથી કેરીનો પાક વધુ ખરી પડ્યો છે. જેથી આ વખતે કેરીના બગીચા ધરાવતા ખેડૂતોને પણ મોટા નુકસાનની શક્યતા છે. બીજી તરફ મગ અને તલનો પાક પણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે.

ખેડૂતો માટે તો એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલત છે. તાઉતેમાંથી બેઠા થયા તો હીટવેવ અને ઝાકળે નુકસાન પહોંચાડ્યું અને હવે માવઠાએ તેમાં વધારો કર્યો છે. ત્યારે આ ખેડૂતોની માગ છે કે સરકાર તેમના માટે વળતરનું વિચારે. નહીં તો ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડશે.

આ પણ વાંચોઃ Surat : નાનપુરામાં મચ્છી માર્કેટના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી

આ પણ વાંચોઃ Surat : પુણા વિસ્તારમાં તૈયાર થયેલા લેક ગાર્ડનના ઉદ્ઘાટન માટે મુહૂર્તની જોવાતી રાહ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video