જુનાગઢમાં શ્રીજી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીએ 4 હજારથી વધુ ખાતેદારોના કરોડો રૂપિયાનું ફેરવ્યુ ફુલેકુ- વીડિયો

જુનાગઢમાં શ્રીજી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીએ 4 હજારથી વધુ ખાતેદારોના કરોડો રૂપિયાનું ફેરવ્યુ ફુલેકુ- વીડિયો

| Edited By: | Updated on: Dec 02, 2023 | 10:23 PM

જુનાગઢમાં શ્રીજી ક્રેડ્રિટ કો ઓપરેટિવ સોસાયટીએ તેના ખાતેદારોનું કરોડોનું કરી ફુલેકુ ફેરવ્યુ છે. છેલ્લા બે વર્ષથી આ ક્રેડિટ બેંકને તાળા લાગ્યા છે. બેંકના ચેરમેન ભુવાન વ્યાસ હોવાનુ સભાસદોએ જણાવ્યુ. જિલ્લામાં 11 જેટલી બ્રાંચમાં 4 હજારથી વધુ ખાતેદારોના નાણા અટવાયા છે. ઉંચા વ્યાજની લાલ આપી કરોડોનુ ફુલેકુ ફેરવ્યાનો આક્ષેપ છે.

જુનાગઢમાં શ્રીજી ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટીએ કરોડોનુ ફુલેકુ ફેરવ્યુ છે. ક્રેડિટ બેંકને છેલ્લા બે વર્ષથી તાળા લાગ્યા હોવાનો ખાતેદારોનો આક્ષેપ છે. ખાતેદારોના જણાવ્યા મુજબ બેંકના ચેરમેન ભુવન વ્યાસની 11 બ્રાંચ છે. જેના 4000થી વધુ ખાતેદારો છે. આ ક્રેટિડ બેંકએ ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી ખાતેદારો પાસે પૈસા રોકાવ્યા અને ત્યારબાદ ફુલેકુ ફેરવ્યુ છે. આ બેંકમાં અનેક ગરીબો, નિવૃત કર્મચારીઓ, પેન્શનધારકો અને ખેડૂતોના લાખો રૂપિયા અટવાયા છે. બેંકના ચેરમેને આ પહેલા ખાતેદારોને રૂપિયા પરત કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ તેમને પૈસા મળ્યા નથી. ખાતેદારોનો આક્ષેપ છે કે અનેકવાર પોલીસને રજૂઆત કરવા છતા કોઈ ઉકેલ આવ્યો નથી.

આ પણ વાંચો : ગીરસોમનાથ: ગૃહપ્રધાન અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કરી કર્યો આ સંકલ્પ- જુઓ વીડિયો

એક ખાતેદારના જણાવ્યા મુજબ 2015થી ક્રેડિટ સોસાયટીમાં નાણાં રોક્યા હતા. દર મહિને રિકરિંગ ખાતા ખોલાવી તેની પરિવારના સભ્યોના નામે FD કરાવી હતી. અત્યાર સુધીના તેના 11 લાખ રૂપિયા ફસાયા છે અને પૈસા નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો