CM ભૂપેન્દ્ર પટેલે 45.09 કરોડના પાણી પુરવઠા યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી, જાણો તમામ વિગતો

|

May 19, 2022 | 4:58 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમીત પણે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા હેતુ સાથે 4 નગરોમાં પાણી પુરવઠા યોજનાના કુલ રૂ. 45.09 કરોડના કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

CM ભૂપેન્દ્ર પટેલે 45.09 કરોડના પાણી પુરવઠા યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી, જાણો તમામ વિગતો
Gujarat Cm Bhupendra Patel (File Image)

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી (Drinking water) નિયમીત પણે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા હેતુ સાથે 4 નગરોમાં પાણી પુરવઠા યોજનાના (Water supply scheme) કુલ રૂ. 45.09 કરોડના કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંગરોળ, વંથલી, ઓખા અને માણાવદર નગરપાલિકામાં પાણી પુરવઠાના વિવિધ કામો મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રીએ આ નગરોમાં હાલના બેઇઝ ઇયર મુજબ આગામી 2051-52ના વર્ષની અંદાજિત વસ્તીની પાણી જરૂરિયાત ધ્યાને રાખીને પાણી પુરવઠાની આ યોજનાઓ માટેની ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા રજુ કરાયેલી દરખાસ્તોને અનુમતિ આપી છે. GUDM દ્વારા CM સમક્ષ જે ચાર નગરો માટે પાણી પુરવઠા યોજનાના કામોની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી તેમાં માંગરોળ માટે રૂ. 22.64 કરોડ, વંથલી માટે રૂ. 7.21 કરોડ, ઓખા માટે રૂ. 5.69 કરોડ અને માણાવદર માટે રૂ. 9.55 કરોડના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અને આ સંદર્ભમાં ચારેય નગરપાલિકાઓમાં પાણી પુરવઠા યોજનાના વિવિધ કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. પરિણામે હવે આ 4 નગરપાલિકાઓમાં પાણી પુરવઠાના કામો અન્વયે રાઇઝીંગ મેઇન, ગ્રેવીટી મેઇન, વિતરણ વ્યવસ્થા, વોટર સંપ, પંપ હાઉસ, પમ્પીંગ મશીનરી, ભૂગર્ભ સંપ ના કામો તેમજ ફિલ્ટર પ્લાન્ટ, હાઉસ કનેકશન અને સ્ટોરેજ કામોનું આયોજન હાથ ધરાશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

નકલી બિયારણથી ખેડૂતને 85 હજાર રૂપિયાનું થયું નુકસાન

જૂનાગઢના ભેંસાણ તાલુકાના ગળથ ગામે ખેડૂત દંપતિને નકલી બિયારણ આપી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતનો આક્ષેપ છે કે, એગ્રો એજન્સીએ નકલી બિયારણ આપી દેતા તેમના ખેતરમાં ઉત્પાદન થયું નથી. અને પાક પણ નિષ્ફળ જતા આશરે 85 હજાર રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. ગળથ ગામના પ્રકાશભાઈ અને રેખાબેને એક વિઘામાં કાકડીનું વાવેતર કર્યું હતું જેના માટે જૂનાગઢની જલારામ એગ્રો એજન્સીમાંથી બિયારણ લીધું હતું. પરંતુ બિયારણ નકલી હોવાથી કાકડીનો પાક નિષ્ફળ ગયો અને ખેડૂતને આશરે 85 હજારનું નુકસાન થયું છે.

આ તરફ એગ્રો એજન્સીના વેપારીના જણાવ્યા પ્રમાણે તેઓએ કંપનીનું બિયારણ આપ્યું છે. અને હવામાન ફેરફાર તેમજ ખૂબ જ ગરમી પડવાના લીધે કદાચ પાકનું ઉત્પાદન મોડું શરૂ થઈ શકે અને યોગ્ય સમયે ખેડૂતને દવાનો છંટકાવ કરવાનું ચૂકી હોય એવું બની શકે. આમ વેપારીએ પોતાનો લૂલો બચાવ કર્યો હતો. પરંતુ હકીકત તો એ છે કે, નકલી બિયારણ વેંચતા વેપારીઓનો રાફડો ફાટ્યો છે. ખેડૂતો પાસેથી પુરા ભાવ લઈને નકલી બિયારણ વેંચતા વેપારીઓ સામે કાર્યવાહીની માગ ખેડૂતો કરી રહ્યા છે.

Published On - 4:58 pm, Thu, 19 May 22

Next Article