જૂનાગઢ-વંથલી રોડ પર વાડલા ફાટક પાસે આવેલી એક હોટેલમાં દારૂબંધીના લીરા ઉડાડતો વીડિયો વાયરલ

|

Apr 05, 2022 | 1:49 PM

હાઈવે જેવી ધમધમતી જગ્યા પર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાથી વંથલી પોલીસના કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકોઓ રોષ વ્યક્ત કર્યો હતો કે અનેક વખત રજૂઆત કરવા છતાં વંથલી પોલીસ આંખ આડા કાન કરી રહી છે.

જૂનાગઢ (Junagadh) વંથલી રોડ પર વાડલા ફાટક પાસે આવેલી એક હોટલમાં દારૂબંધીના લીરા ઉડાડતો એક વીડિયો વાયરલ થયો છે. વાડલા-ફાટક પાસે આવેલ દ્વારકેશ ડીલક્સ નામની હોટલમાં દારૂ (alcohol) નું ખુલ્લેઆમ વેચાણ થતું હોય તેવું આ વીડિયો (video) માં દેખાઈ રહ્યું છે. વંથલી પોલીસ (Police) ની મીઠી નજરથી વેચાણ થાય છે કે શું? તેવા અનેક સવાલોએ પંથકમાં જોર પકડ્યું છે. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં વંથલી પોલીસ આંખ આડા કાન કરતી હોવાનું લોકો કહી રહ્યા છે.

હાઈવે જેવી ધમધમતી જગ્યા પર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાથી વંથલી પોલીસના કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકોઓ રોષ વ્યક્ત કર્યો હતો કે કેમ વંથલી પોલીસ બુટલેગરોને છાવરે છે? દેશી-દારૂનું વેચાણ કરતા બુટલેગરોમાં કેમ પોલીસનો કોઈ ડર નથી?

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે અને રાજ્ય સરકાર હંમેશાં તેનો અડક અમલ કરાવવાની વાત કરે છે ઉપરાંત દારૂની બદી રોકવામાં નીષ્ફળ રહેતા પોલીસ અધિકારી પર બદલી કે સસ્પેન્શનનો કોરડો વિંંઝાતો હોય છે. તેવામાં જોવું એ રહ્યું કે આવનાર દિવસોમાં વંથલી પોલીસ દ્વારા કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?

આ પણ વાંચોઃ Ahmedabad: હીટવેવના પગલે અમદાવાદની હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યા વધી, દરરોજ 250થી વધુ લોકો ગરમીથી પડે છે બીમાર

આ પણ વાંચોઃ Surat: સચીન GIDCમાં થયેલી ગેસ લીકેજ દુર્ઘટના મામલે ત્રણ મહિના બાદ ઉચ્ચ સ્તરે તપાસ શરૂ, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની ટીમ GIDC પહોંચી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 1:48 pm, Tue, 5 April 22

Next Video