ગુજરાતની પ્રાથમિક શાળાના 50,000 વિદ્યાર્થીઓએ પીએમ મોદીને લખ્યો પત્ર, જાણો કારણ
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયોની જાળવણી માટે કેન્દ્ર સરકાર દ્વારા જે નીતિ અપનાવવામાં આવી છે તેને લઈને જૂનાગઢના 50 હજાર કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતો પત્ર લખ્યો છે.આજના રાસાયણિક યુગને લઈને લોકોના સ્વાસ્થ્ય ઉપર મોટો ખતરો ઊભો થયો છે
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયોની જાળવણી માટે કેન્દ્ર સરકાર દ્વારા જે નીતિ અપનાવવામાં આવી છે તેને લઈને જૂનાગઢના 50 હજાર કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતો પત્ર લખ્યો છે.આજના રાસાયણિક યુગને લઈને લોકોના સ્વાસ્થ્ય ઉપર મોટો ખતરો ઊભો થયો છે ત્યારે પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય બચાવી ખૂબ જ જરૂરી બની છે જે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રાકૃતિક ખેતી નો વ્યાપ વધારવા અને દેશી ગાયની સંવર્ધન માટે જે નીતિ બનાવવામાં આવી છે તેને લઈને આવનાર ભવિષ્યમાં લોકોને શુદ્ધ ખોરાક અને અનાજ મળી રહે તે માટે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં પણ પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના સંવર્ધન નો વિષય મૂકવામાં આવ્યો છે તેને લઈને આજે જુનાગઢના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતો પત્ર લખ્યો હતો.
પ્રાકૃતિક ખેતીને નીતિગત સ્વીકારવાનું કામ કર્યું છે
જુનાગઢ જિલ્લાની 200થી પણ વધુ શાળાઓમાં અભ્યાસ કરતા 50,000 થી પણ વધુ બાળકોએ આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પત્ર લખી અને આભાર વ્યક્ત કર્યો હતો શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ આયોજનને જુનાગઢ જિલ્લામાં મોટો પ્રતિસાદ મળ્યો છે પ્રાકૃતિક ખેતીને નીતિગત સ્વીકારવાનું કામ કર્યું છે અને પ્રાકૃતિક ખેતી ને વેગ મળે તે માટે યોજનાઓ ઘડી છે.
તેના લીધે હવે આવનાર ભવિષ્ય માટે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. નહિતર રાસાયણિક ખેતીના લીધે લોકોના ખોરાકમાં ઝેર ભળી રહ્યા છે અને આ ઝેરના લીધે બહુ જ ઝડપથી કેન્સર ડાયાબિટીસ હૃદય રોગ જેવા જેવું લઈને રોગો ખૂબ જ ઝડપથી માનવ વસ્તીને મૃત્યુને આધીન કરી રહ્યા છે. આવું દ્રશ્ય જોઈને ભવિષ્ય અંધકારમય દેખાતું હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય પાલ દેવવ્રત આચાર્ય દ્વારા પ્રાકૃતિક ખેતીને વેદ મળે તે માટેના પ્રયત્નોને લઈને વિદ્યાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
આમ આજે આવનાર ભવિષ્ય ઉજળું જોઈને વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી અને આ પત્ર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
(With Input, Vijaysinh Parmar, Junagadh)