જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં આચાર્ય પક્ષનો વિજય, દેવ પક્ષે પણ આ વિભાગની 2 બેઠક પર મેળવી જીત

|

May 13, 2019 | 3:55 PM

જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં આચાર્ય પક્ષ વિજયી થતા સત્તાનું પુનરાવર્તન થયુ છે. રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષ કુલ 7માંથી 5 બેઠક પર બહુમતી મેળવી વિજયી બન્યો છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સાત બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગૃહસ્થ વિભાગની ચાર અને પાર્ષદ વિભાગની એક એમ કુલ 5 બેઠક પર આચાર્ય પક્ષના ઉમેદવારો વિજયી બન્યા […]

જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં આચાર્ય પક્ષનો વિજય, દેવ પક્ષે પણ આ વિભાગની 2 બેઠક પર મેળવી જીત

Follow us on

જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં આચાર્ય પક્ષ વિજયી થતા સત્તાનું પુનરાવર્તન થયુ છે. રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષ કુલ 7માંથી 5 બેઠક પર બહુમતી મેળવી વિજયી બન્યો છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સાત બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગૃહસ્થ વિભાગની ચાર અને પાર્ષદ વિભાગની એક એમ કુલ 5 બેઠક પર આચાર્ય પક્ષના ઉમેદવારો વિજયી બન્યા છે.

જ્યારે સંત વિભાગની બંને બેઠક પર દેવ પક્ષના ઉમેદવારનો વિજય થયો છે. ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ આચાર્ય પક્ષ અને તેમના સમર્થકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જૂનાગઢ મંદિરમાં છેલ્લા 10 વર્ષથી આચાર્ય પક્ષનું શાસન છે ત્યારે ચૂંટણીમાં આચાર્ય પક્ષનો વિજય થતા આચાર્ય અજેન્દ્ર પ્રસાદના આચાર્ય પક્ષની જ સત્તા રહેશે. આમ આ પરિણામ બાદ સત્તાનું પુનરાવર્તન થયું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો: દેશનું એકમાત્ર પરિવાર જેને આપ્યા છે આજ સુધીમાં કુલ 27 વખત સાંસદ!

 

TV9 Gujarati

 

Next Article